0 0
તિરુવનંતપુરમ: કેરલમમાં નવી સરકાર, વી.ડી સતીશને મુખ્યમંત્રી પદના લીધા શપથ - Public Demand

તિરુવનંતપુરમ: કેરલમમાં નવી સરકાર, વી.ડી સતીશને મુખ્યમંત્રી પદના લીધા શપથ

Written by

in

,
Read Time:2 Minute, 42 Second

કોંગ્રેસના નેતા વીડી સતીશને કેરળના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ આર્લેકર, મુખ્યમંત્રી પછી તેમના મંત્રીમંડળના 20 મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે. 20 સભ્યોના મંત્રીમંડળ દ્વારા પણ મંત્રી પદના શપથ લેવામાં આવ્યા. કેરળમાં આ એક દુર્લભ પ્રસંગ છે – લગભગ છ દાયકા પછી – જ્યાં મુખ્યમંત્રી સમગ્ર મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કરી રહ્યા છે. કેરળમાં એક નવો રાજકીય અધ્યાય શરૂ થયો છે, જ્યાં વી.ડી. સતીસને મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.

આ સમારોહ તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં યોજાયો હતો. સતીશનના મતે, 60 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે કેરળમાં સમગ્ર મંત્રીમંડળ એકસાથે શપથ લઈ રહ્યું છે.

સતીશન પહેલા કેરળના ત્રીજા મુખ્યમંત્રી, આર.શંકરે 1962માં તેમના સંપૂર્ણ મંત્રીમંડળ સાથે શપથ લીધા હતા. જોકે, 1964માં અવિશ્વાસ પ્રસ્તાવ બાદ તેમની સરકાર પડી ગઈ હતી.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આ સમારોહમાં હાજર રહ્યા. કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી હતી. શશી થરૂર તેમના વિદેશ પ્રવાસને કારણે ગેરહાજર રહ્યા હતા.

કેરળ મંત્રીમંડળમાં પહેલી વાર 14 ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે. તેમાં સી.પી.જોન અને એન.શમસુદ્દીન, કે.એમ.શાજી, પી.કે. બશીર અને વી.ઈ. અબ્દુલ ગફૂર, પી.સી.વિષ્ણુનાથ, રોઝી એમ.જોન, બિંદુ કૃષ્ણા, ટી.સિદ્દીકી, કે.એ.તુલસી અને ઓ.જે.જાનિશનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ પાર્ટીએ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ પણ પોતાની પાસે રાખ્યા. તિરુવનચૂર રાધાકૃષ્ણનને સ્પીકર અને શનિમોલ ઉસ્માનને ડેપ્યુટી સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

કેરળ વિધાનસભામાં ધારાસભ્યોના શપથ ગ્રહણ બાદ 22 મેના રોજ સ્પીકરની પસંદગી કરવામાં આવશે. રાજ્યપાલનું સંબોધન 29 મેના રોજ થવાનું છે, અને રાજ્યનું બજેટ 5 જૂન સુધીમાં રજૂ થવાની ધારણા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *