પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં 152 બેઠકો અને તમિલનાડુની તમામ 234 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધીમાં, બંગાળમાં 19% અને તમિલનાડુમાં 18% મતદાન થયું હતું.
પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં 152 બેઠકો અને તમિલનાડુની તમામ 234 બેઠકો માટે મતદાન આ દરમિયાન, બંગાળના મુર્શિદાબાદમાં, મતદાન પહેલાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. એક દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. આ પછી, આમ જનતા ઉન્નયન પાર્ટી (AUJP)ના ચીફ હુમાયુ કબીર ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમનો વિરોધ થયો. આ દરમિયાન TMC કાર્યકરો સાથે તેમનું ઘર્ષણ થયું.
https://www.instagram.com/reel/DXdwtE1kxTo/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
માલદામાં એક મતદાન મથક પર EVM ખામી સર્જાતા હોબાળો મચી ગયો. લોકોએ ચૂંટણી અધિકારીને ઘેરી લીધા અને વિરોધ કર્યો.
તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ઘણા મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. બંગાળના માલદા, બીરભૂમ અને આસનસોલમાં મતદાન મથકો પર વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. અહીં મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે. તમિલનાડુમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.
આ દરમિયાન, ચેન્નાઈમાં, અભિનેતા અજિત કુમાર અને TVK ચીફ વિજયે મતદાન કર્યું. તેની એક ઝલક જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે મતદાન મથકોની બહાર અંધાધૂંધી ફેલાઈ ગઈ.