શું કરીએ…જિનેટિકલ ડિસઓર્ડર છે…
Views: 84
3 0

Read Time:6 Minute, 44 Second

ડૉ. સ્નેહલ નિમાવત

શું કરીએ…
જિનેટિકલ ડિસઓર્ડર છે.
લેબોરેટરીમાં ભલે ગેલનબંધ લોહી તૈયાર થાય,
બ્લsગ્રુપ ન બદલવાની જૂની આદત છે.
તરસવું એ અમારી ટેક નથી,
ને વરસવું એ તમારી ટેવેય નથી.
તોય કોણ જાણે શું રોકે છે?
બે આંખ મળે છે ને શબ્દ વિનાની
નવલકથા રચાઈ જાય છે.
તમે ભલે ક્ષિતિજને આભાસી કહો,
બે છેડા જોડાય છે ને શેષનાગની ફેણ
કે હરક્યુલીસના 12 થાંભલા ઊભા થઈ જાય છે.
અહીં તરાપાઓના કરોડોમાં સોદા પડતા,
ને કિનારો સુધાર્યા વિના બારું છોડવા,
જહાજોનો સીધો ઇનકાર છે.
ભલે એને સમુદ્રની સ્થિરતા ગમતી..આમ તો,
પણ ક્યારેક કિનારાને ય ભરતીથી ભીંજાવું ગમે હોં !
ભલે ન જીતે દિલની ભાષા દિમાગની ભાષા સામે,
ઋણાનુબંધનો કસૂર… એને કસૂર તો તમે કીધો.
અમારે તો યુગાબ્ધિઓનો આહ્લાદ ભાઈ.
હા, સાવ એવુંય નહીં, ભારે ટ્રાફીકમાં કોઈવાર,
વન વે ને ય ટૂ વે થવું ગમે હોં!
અને તું ભલે રૂપિયાને નોકઆઉટ કર્યાની
છાતી ફૂલાવે ડોલરિયા,
તારા સ્પર્ષમાં સ્પંદનોનું અનુભવાવું હજી,
ઘણું બાકી છે.
સપાટ આંખે ઊર્મિના ખોબા ઉલેચવા જો,
તું મિથ્યા ગણાતો હોય તો, તો તને છૂટ છે,
જીતની શેમ્પેઇન ઉડાડવાની, પણ હારીને ય જીતનો ભવ્ય ઠસ્સો માણવો,
એ શું છે એ તને ક્યાં ખબર છે?
– દક્ષેશ પાઠક

   દક્ષેશ પાઠક ગુજરાતના પત્રકારત્વનું એક એવું નામ, જેમનું ફલક વૈશ્વિક સ્તરે વિસ્તરેલું છે. અંગ્રેજી સાહિત્યની ડિગ્રી મેળવીને તેમણે પત્રકારત્વમાં કદમ માંડ્યા અને લગભગ ૩૦ વર્ષની ઝળહળતી કારકિર્દીમાં ૨૫૦૦ જેટલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂઝ લેવા ઉપરાંત સમાજની દિશા બદલનારી અનેક ઇન્વેસ્ટિગેટિવ સ્પેશીયલ સ્ટોરીઝ કરી છે. તેઓ અનેક યુનિવર્સિટીમાં વિઝિટીંગ ફેકલ્ટી તરીકે સેવા આપે છે. તેમણે હમણાં જ ભારતના મહાન વિકેટકીપર અને ૧૯૮૩ની વિશ્વ વિજેતા ટીમના વિકેટકીપર સઈદ કિરમાણીની અંગ્રેજી ઓટોબાયોગ્રાફી STUMPED - LIFE BEHIND AND BEYOND THE 22 YARDS તેમના સહ-લેખક તરીકે લખી છે, જેનું પ્રકાશન વિશ્વ પ્રસિદ્ધ પ્રકાશક પેંગ્વિને કર્યું છે જે બેસ્ટ સેલર બની છે. આ બુકનું વિમોચન ઇંગ્લેન્ડના ઉપલા સાંસદ ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સમાં કરવામાં આવ્યું હતું, જે આઝાદી પછીના ભારતના લેખક અને પુસ્તક માટે જૂજ કહી શકાય તેવું સન્માન હતું.
    કવિતા હૃદયના ઊંડાણથી લખાય છે. ભલે જીનેટિકલ ડિસઓર્ડર છે પણ બ્લડ ગ્રુપ ન બદલવાની જુની આદત છે. મનમાં જે ખુમારી અંકિત થઈ હોય એ કોઈ કાળે જતી નથી. આપણા સ્વભાવમાં સ્વાભિમાન અને ખુમારી હોય એ જીવનભર રહે છે. 
     તરસવું એ અમારી ટેક નથી. વરસવું એ તમારી આદત એ નથી.છતાં બે આંખો મળે તો પણ ઘણીવાર પરિસ્થિતિ મળતી નથી. બે આંખો મળે ને શબ્દ વગરની નવલકથા મનના ખુણામાં રચાઈ જાય છે. કહ્યા વગરની હૃદયથી હૃદયની લાગણી ઝીલીને પ્રેમનું નવું મેઘધનુષ્ય રચાઈ જાય છે. પ્રેમ એ હૃદયમાં છુપાયેલી ઊંડી લાગણી છે. જે શુદ્ધ પ્રેમ છે એ ક્યારેય ઘટતો નથી એ તો નદીના વ્હેણની જેમ નિરંતર વહ્યા જ કરે છે. પ્રેમની લાગણી મનમાં છુપાવી રાખવાની હોય છે. ક્યારેય એ લાગણી કોઈ પાસે વ્યક્ત ન કરવાની હોય. ફક્ત આપણા પ્રિયજન જ જાણે...
  ભલે સમુદ્રની સ્થિરતા આપણે ગમે પણ નદીનું ખળ ખળ વહેતું તોફાની જળ પણ મનને આનંદ આપી જાય છે. ક્યારેક કિનારાને પણ ભરતીથી ભીંજાવું ગમે. પ્રેમને દિલથી નિભાવવો અઘરો છે. ક્યારેક મન થાય છે કે કંઇ જ ન કરીએ પ્રેમના વરસાદમાં બસ એમ જ ભીંજાયા કરીએ. પ્રેમ હૃદયના ઊંડાણથી અનુભવાય છે. 
 દિમાગ સામે દિલ જીતી નથી શકતું.દિમાગની દલીલો બધી પ્રેક્ટિકલ હોય છે જ્યારે દિલ અને લાગણીઓ દેખાતી નથી પણ મનને એવી ભીંજવી જાય છે કે હંમેશા માટે એ યાદ બનીને મનમાં કોતરાઈ જાય છે.. મન અને હૃદયનો સંબંધ એકવાર બની જાય પછી ક્યારેય ખતમ નથી થતો. પરિસ્થિતિ બદલાય પણ લાગણી તો હેમખેમ જ રહે છે. મનનો મેળ ઋણાનુબંધ છે. પ્રેમનો મેળ પ્રેમરૂપી જીવનને સાગરરૂપી દરિયામાંથી તરીને ઊગરવા જેવું છે.
  જીવનમાં વન વે જતા હોઈએ ત્યારે ટુ વે થવું ગમે કેમકે એકલતા જીવનને કોરી ખાય છે. જ્યારે મન એકલું હોય ત્યારે કંઇ જ કરવાનું મન નથી થતું. એમાંય કોઈ પ્રેમી પંખીડાને જોઈ ને મન વધુ ઉદાસ થઈ આવે છે. જીવનના બધા દુઃખોની દવા પ્રેમ છે. પ્રેમરૂપી વરસાદમાં ભીંજાયા પછી જીવન ફૂલોની જેમ મ્હેકી ઊઠે છે...
     પ્રેમના ગણિતમાં કોઈ ગણતરી હોતી જ નથી. જે લાગણીથી છલોછલ છે એ જિંદગીના ગણિતમાં કાચો હોય છે. જ્યાં લાગણીનું પૂર હોય ને ત્યાં ગણિતના હિસાબ કરવા બેસીએ તો પ્રેમી હૃદય છોલાઈ જાય છે...પ્રેમની લાગણી શુદ્ધ પ્રેમ બની હૃદયના ઉંડાણમાંથી વહ્યા જ કરે છે.એનો વહાવ પણ રોજ વધ્યા જ કરે છે. ...
   જીતની ખુશી તો સૌ કોઈ ઉજવે છે,પણ જે દુઃખનો ઉત્સવ ઉજવતા શીખે છે દુઃખ એનાથી દૂર ભાગે છે. હારના નશાને જે પચાવી જાણે છે તેના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવે છે....

ટૂંકું ને ટચ
જે પડીને ઊભો થાય અને ફરી દોડે એ જિંદગીની રેસમાં ક્યારેય હારતો નથી…..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!