ભાજપે અમદાવાદ અને ખેડા સહિત જિલ્લાના ઉમેદવારો જાહેર કર્યા
Views: 74
1 0

Read Time:3 Minute, 42 Second

ગઈકાલે ભાજપે કેટલીક બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા હતાં. હવે વધુ યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લામાં નગર પાલિકાની યાદી જાહેર કરાઈ છે. બીજી તરફ ખેડા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાની નગર પાલિકાના ઉમેદવારો જાહેર

અમદાવાદ જિલ્લાની નગર પાલિકાના ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં ધોળકા, બારેજા અને વિરમગામ નગર પાલિકાની યાદી જાહેર કરાઈ છે. જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. ખેડા જિલ્લામાં મનપા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર કરાયા છે. પાલી જિલ્લા પંચાયતમાં ભાજપનો પેચ ફસાયો છે. હજી સુધી પાલી જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર કરાયા નથી. આ ઉપરાંત ખેડા જિલ્લાની નવ તાલુકા પંચાયતોના પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે.

છોટા ઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર

છોટા ઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરાયા છે. અનેક સીટો પર ભાજપે ઉમેદવારોને રીપિટ કર્યા છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં યુવાનોને પણ તક આપવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં બે ટર્મ રહેલા મલકાબેન પટેલની ટિકિટ કપાઈ છે. ઉપ પ્રમુખ રહેલા રણજિત ભીલની ટિકિટ કપાઈ છે. કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવાની ટિકિટ કપાઈ છે. ઉપેન્દ્ર રાઠવાને મોટી અમરોલ જિ.પં. બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.


પાટણ અને નર્મદા જિલ્લા-તાલુકા પંચાયતની ભાજપની યાદી જાહેર:અમદાવાદમાં મુસ્લિમ ઉમેદવારનો વિરોધ કરનાર ભાજપે અત્યાર સુધીમાં 14 મુસ્લિમને ટિકિટ આપી

પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલે (11 એપ્રિલે) ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતા ભાજપ-કોંગ્રેસના 17 હજારથી વધુ ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવી છે. બપોર સુધીમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

આજે ભાજપે વિરમગામ અને ધોળકા નગરપાલિકાના 72 ઉમેદવારો જાહેર કર્યા છે. સાથે જ વિરમગામ પંચાયતના 20, ધોલેરા તાલુકા પંચાયતમાં 16, બાવળા તાલુકા પંચાયતમાં 18, માંડલ તાલુકા પંચાયતમાં 16, ધંધુકા તાલુકા પંચાયતના 16, ધોળકા તાલુકા પંચાયતમાં 22, દસક્રોઈ તાલુકા પંચાયતમાં 28, દેત્રોજ તાલુકા પંચાયતમાં 16 અને સાંણદ તાલુકા પંચાયતમાં 24 ઉમેદવારો જાહેર કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!