Ahmedabad: ચાંદખેડામાં બે બાળકીઓના મોતનો કેસ
Views: 96
1 0

Read Time:2 Minute, 48 Second

ચાંદખેડામાં બે બાળકીઓના મોતનો કેસ
ચાંદખેડા બાળકી મોત કેસ
પુત્ર પ્રાપ્તિની ઝંખનાએ બે માસૂમોનો ભોગ લીધો?
ડાયરી અને બ્લડ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો
ચાંદખેડામાં બાળકીઓના મોતનો કેસ
ડાયરીએ ખોલ્યું રહસ્ય
તંત્રની કાર્યવાહી

ચાંદખેડામાં બે બાળકીઓના મોતનો કેસ ગૂંચવાયો છે. માતા-પિતાના બ્લડમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ મળ્યું. પિતાએ જંતુનાશક દવા ખરીદી હતી અને માતાની ડાયરીમાંથી પુત્ર પ્રાપ્તિની ઝંખનાનો ખુલાસો થયો છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના મોતના કેસમાં પોલીસ તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ પરિવારની અંદર રહેલા કલેશ અને અંધશ્રદ્ધાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ચાંદખેડા પોલીસે અત્યાર સુધીમાં પરિવારજનો અને ડેરી માલિક સહિત 25 લોકોના નિવેદન નોંધ્યા છે, જેમાં અનેક કડીઓ જોડાઈ રહી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, બાળકીના પિતા વિમલે ‘ઉમિયા સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર’માંથી જંતુનાશક દવા ખરીદી હતી. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે માતા-પિતા બંનેના બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ (ઝેર) ના અંશ મળી આવ્યા છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ આત્મહત્યાનો પ્રયાસ હતો કે પછી હત્યા?

પોલીસને માતા ભાવનાએ લખેલી એક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં ભાવનાએ ‘પુત્ર પ્રાપ્તિ’ ની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હોવાનો ઉલ્લેખ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમલ અને ભાવના વચ્ચે આર્થિક બાબતો અને કેટલીક અંગત ટેવોને લઈને વારંવાર માથાકૂટ થતી હતી. આ પારિવારિક કલેશ અને પુત્રની ઝંખનાએ જ આ કરુણ અંજામ આપ્યો હોવાની શક્યતા પ્રબળ બની છે.

હાલમાં બાળકીઓના FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે બાદ જ મૃત્યુનું સચોટ કારણ સ્પષ્ટ થશે. જોકે, પિતા દ્વારા જંતુનાશક દવાની ખરીદી અને માતાની ડાયરી આ કેસમાં નિર્ણાયક પુરાવા સાબિત થઈ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!