ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા તા. ૨૨-૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન બે દિવસીય “સારથી કોન્ક્લેવ” નું આયોજન કરી ઉચ્ચ શિક્ષણમાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત આ કોન્ક્લેવે શૈક્ષણિક પરિવર્તનના સક્રિય ચાલકબળ અને વિકસિત ભારત ૨૦૪૭ ના વિઝનના પથદર્શક તરીકે વિદ્યાર્થીઓની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. સારથી કોન્ક્લેવમાં ૧૫ યુનિવર્સિટીઓ અને GTU સંલગ્ન ૭૧ કોલેજો ના ૨૧૫ વિદ્યાર્થી એમ્બેસેડર (સારથીઓ) એકસાથે ભાગ લીધો હતો.
NEP ૨૦૨૦ ના અમલીકરણમા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) હમેશા અગ્રેસર રહી છે. આ માટે GTU દ્વારા શિક્ષણ જગત ના પાયા સમાન વાઇસ ચાન્સેલર્સ માટે VC કોંકલેવ, રજિસ્ટ્રાર્સ માટે રજિસ્ટ્રાર મીટ, પ્રાધ્યાપકો માટે ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અને હવે મુખ્ય લાભાર્થીઓ એવા વિદ્યાર્થીઓ માટે આ સારથી કોંકલેવ નું આયોજન થયું. આ બે દિવસીય કાર્યક્રમ માં માનનીય શ્રી અતુલભાઈ કોઠારી અને અન્ય મહાનુભાવો દ્વારા NEP ૨૦૨૦ ના વિવિધ આયામો ના ઉદેશ્ય અને મહત્વ પર ચર્ચા કરવામાં આવી. સાથે સાથે વિદ્યાર્થીઓ એ NEP ૨૦૨૦ ની થીમ પર સમૂહ ચર્ચા, પ્રશ્નોતરી સ્પર્ધા, પોસ્ટર પ્રદર્શન અને ફિલ્મ મેકિંગ જેવી પ્રતિયોગિતા માં ઉત્સાહભેર ભાગ લઈ સહભાગિતા દર્શાવી હતી.
આ સત્રોએ ભવિષ્ય માટે તૈયાર સ્નાતકો બનાવવા, ભારતીય જ્ઞાન પરંપરાને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા અને વિદ્યાર્થીઓને ભારતના વિકસિત ભારત ૨૦૪૭ ના વિઝનમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર કરવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવી સાથે સાથે વિદ્યાર્થીઓએ NEP ૨૦૨૦ ના માધ્યમ થી શિક્ષણ, નવીનતા અને ભારતના સાંસ્કૃતિક વારસા ના એકત્રીકરણ નો પ્રત્યક્ષ અનુભવ કર્યો.
