આ સપ્તાહ અંતર્ગત માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ માટે GCSMCમાં એક સપ્તાહ દરમ્યાન માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અંગેનું પોસ્ટર પ્રદર્શન અને રેસીડન્સ અને ઈન્ટર્ન ડૉક્ટર દ્વારા OPDમાં આવતા દર્દી અને સગાઓની શારીરિક અને માનસિક તપાસ અને માનસિક સ્વાસ્થ્ય અંગેની માહિતી પુસ્તિકાનું વિતરણ, મનોચિકિત્સક સામાજીક કાર્યકર્તા અશોક પાંડવ અને સાયકોલોજીસ્ટ પ્રિયંકા દ્વારા હોસ્પિટલ સ્ટાફનું તણાવ વ્યવસ્થાપનનું વ્યાખ્યાન, માનસિક આરોગ્ય વિભાગના સીનીયર પ્રોફેસર ડૉ. અલ્પેશ ગેડીયા અને આસી. પ્રો. આત્મન પરીખ દ્વારા ગુજરાત યુનિવર્સીટી અમદાવાદના સમાજવિદ્યા ભવનમાં રાજ્યશાસ્ત્રના અનુસ્નાતક અને વિદ્યાવાચસ્પતિના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું માનસિક સ્વાસ્થ્ય અને તણાવ વ્યવસ્થાપનનું વ્યાખ્યાન, પોસ્ટર રેલી, મીડિયાની માનસિક સ્વાસ્થ્ય પર પડતી હકારાત્મક અને નકારાત્મક અસરો, વકૃત્વ સ્પર્ધા જેવા વિવિધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ :09-10-25ના રોજ જન જાગૃતિ રેલી યોજવામાં આવેલ જેમાં MBBS, નર્સિંગના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળીને 300 થી વધારેની સહભાગીતા હતી. GCSના જનરલ સેક્રેટરીશ્રી ક્ષિતિજભાઈ શાહ, ડાયરેક્ટશ્રી ડૉ, કિર્તી પટેલ, સુપ્રીટેન્ડન્ટશ્રી ડૉ. હિના છાનવાલ, એડી.ડીનશ્રી ડૉ. વિરલ દવે, COO શ્રી ડૉ. જગદીશ ખોયાણી,માનસિક રોગ વિભાગના વડાશ્રી ડૉ. ધર્મેશ પટેલ દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવીને સર્વેને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. રેલી દરમ્યાન હોસ્પિટલ કેમ્પસમાં MBBSના વિદ્યાર્થીઓ દ્વારા માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ અંગેનું સુંદર નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માનસિક રોગ વિભાગના સીનીયર પ્રોફેસર ડૉ. અલ્પેશ ગેડીયા, આસી. પ્રો. ડૉ. આલાપી પ્રજાપતિ, ડૉ. આત્મન પરીખ, મનોચિકિત્સક સામાજીક કાર્યકર્તા અશોક પાંડવ, રેસીડેન્સ, મેટ્રનશ્રી સોનલબેન એડમીન વિભાગના હેડશ્રી જાગૃતિબેન, માર્કેટીંગ મેનેજરશ્રી સરફરાજ મનસુરી અને ટીમ, નર્સિંગ ઈન્ચાર્જ દક્ષા પટેલ, મેડિકલ અને નર્સીંગ કૉલેજના ટ્યુટર, ફેસિલિટી સ્ટાફ તથા હોસ્પિટલ અને કૉલેજના સ્ટાફ સહભાગી થઈને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ છે.
