અમદાવાદના દસક્રોઈના કણભામાં ત્રિપલ અકસ્માતમાં 3ના મોત
Views: 71
1 0

Read Time:2 Minute, 12 Second

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર કણભામાં ત્રિપલ અકસ્માત થયો હતો અને ટ્રક અને લક્ઝરી વચ્ચે પહેલા અકસ્માત થયો હતો ત્યારે અકસ્માતમાં નીચે ઉભેલા લોકોને અન્ય ટ્રકે અડફેટે લીધા અને મોત થયા હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતાની સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર હરણિયાવ ગામ પાસે કણભા પોલીસ સ્ટેશન હદમાં પટેલ ટ્રાવેલ્સ અને કિયા ફોરવ્હીલર ગાડી સાથે નાનો એક્સિડેન્ટ થયેલ જે અનુસંધાને તેઓ રોડ ઉપર ઉભા હતા તે દરમ્યાન પાછળથી રાજસ્થાન પાસીંની ટ્રકે ટ્રાવેલ્સને પાછળથી ટક્કર મારતા ટ્રાવેલ્સના પેસેન્જરમાંથી ત્રણ વ્યક્તિના મોત થયેલ છે અને ટ્રાવેલ્સની અંદર બેઠેલા 15 મુસાફરોને નાની મોટી ઇજાઓ થયેલ છે તમામને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવેલ છે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવેલ છે.

મહત્વની વાત તો એ છે કે, અકસ્માત થતાની સાથે 15 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી અને તમામને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ અકસ્માતમાં 15થી વધુ લોકોને ઈજા પહોંચી હતી, તો જે મુસાફરોને સારૂ હતુ તે લોકો સારવાર લઈને નીકળી ગયા હતા અને બીજી તરફ 9 જેટલા મુસાફરોને વધારે ઈજા પહોંચી હતી, તો મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, હાલમાં મૃતદેહની ઓળખ કરીને પરિજનોને જાણ કરવામાં આવી છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!