CJI બી.આર.ગવઇએ કાયદા મંત્રાલયને આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સૂર્યકાંતના નામનો પ્રસ્તાવ મોકલ્યો હતો. CJI બી.આર.ગવઇએ 23 નવેમ્બરના રોજ પોતાના પદ પરથી મુક્ત થશે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત ભારતના મુખ્ય ન્યાયાધીશ બાદ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. અને ભારતીય ન્યાયપાલિકાના પ્રમુખ બનવાની કતારમાં સૌથી અગ્ર સ્થાને છે. નિયુક્તિ બાદ ન્યાયમૂર્તિ સૂર્યકાંત 24 નવેમ્બરના રોજ આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે કમાન સંભાળશે. 9 ફેબ્રુઆરી 2027 સુધી એટલે 15 મહિના સુધી આ પદને સંભાળશે.
મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઇએ કેન્દ્ર સરકાર પાસે જસ્ટિસ સૂર્યકાંતને આગામી CJI નિયુક્ત કરવા માટે ભલામણ કરી છે. જસ્ટીસ સૂર્યકાંતને CJI બી.આર.ગવઇ બાદ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ રહેશે. બી.આર.ગવઇ 23 નવેમ્બરના રોજ પદભાર છોડી રહ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત 24 નવેમ્બરના રોજ 53માં સીજેઆઇ તરીકે પદભાર સંભાળશે.
હરિયાણામના હિસારમાં જન્મેલા જસ્ટિસ સૂર્યકાંત વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટના બીજા સૌથી સીનિયર જજ છે. તેઓએ વર્ષ 1981માં સરકારી પોસ્ટ ગ્રેજુએટ કોલેજ હિસારથી સ્નાતક કર્યા બાદ વર્ષ 1984માં રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. અને એ જ વર્ષે હિસારની જિલ્લા કોર્ટમાં પ્રેક્ટીસ પણ શરુ કરી હતી. એક વર્ષ બાદ તેઓે પંજાબ-હરિયાણમાં કોર્ટ પ્રેક્ટીસ કરવા માટે જતા રહ્યા હતા. વર્ષ 2004માં પંજાબ-હરિયાણ કોર્ટમાં તેઓ મુખ્ય ન્યાયાધીશ તરીકે પસંદ થયા હતા. જસ્ટિસ સૂર્યકાંત વર્ષ 2018માં હિમાચાલ પ્રદેશ હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. અને બાદમાં 24 મે 2019માં તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા હતા.