Read Time:1 Minute, 1 Second
દેશદેવી મા આશાપુરા માતાના મઢ મંદિરે શીશ ઝુકાવી જનસુખાકારી માટે પ્રાર્થના કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી.
કચ્છ જિલ્લાના વિવિધ સરહદી ગામડાઓની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ દેશ દેવી ક્ચ્છ ધણિયાણી મા આશાપુરાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ કચ્છના માતાના મઢ મંદિરે શીશ ઝુકાવીને ગુજરાતની જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રી બન્યા બાદ પ્રથમ વખત કચ્છ પધારેલા શ્રી હર્ષ સંઘવીનું માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
