બિહારમાં NDAને 202 સીટ, મહાગઠબંધન 35 પર સમેટાયું: જન સૂરાજનું ખાતું પણ ન ખૂલ્યું
Views: 61
0 0

Read Time:1 Minute, 43 Second
બિહારમાં NDAને 202 સીટ, મહાગઠબંધન 35 પર સમેટાયું: જન સૂરાજનું ખાતું પણ ન ખૂલ્યું

બિહાર ચૂંટણીની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. 243 બેઠકોમાંથી 202 બેઠકો સાથે NDAની રેકોર્ડબ્રેક જીત થઈ છે, જ્યારે મહાગઠબંધનના ખાતામાં માત્ર 35 બેઠકો આવી રહી છે.

NDAને 2020ની સરખામણીમાં 75થી વધુ બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે, તો વળી મહાગઠબંધનને લગભગ એટલી જ બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લી વખત 43 બેઠકો સુધી સીમિત JDUની ઝોળીમાં આ વખતે 80+ બેઠકો છે. તો વળી 89 બેઠકો સાથે BJP સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. RJD 24 બેઠકો પર આગળ ચાલી રહી છે. મોટા ચહેરાઓમાં રાઘોપુરથી તેજસ્વી યાદવ આશરે 12 હજાર વોટથી જીતી ગયા છે. તેજપ્રતાપ યાદવ મહુઆથી ચૂંટણી હારી ગયા છે. તેમની પાર્ટી JJDએ હાર પછી ફેસબુક પર પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે- તેજસ્વી ફેલસ્વી થઈ ગયો. RJDને જયચંદોએ ખોખલું કરી દીધું. મોદી વિશ્વના મજબૂત નેતા છે. NDAને તેની એકતાએ જીતાડ્યું.

મહાગઠબંધનમાં RJDના ખાતામાં 26, જ્યારે કોંગ્રેસ 6 બેઠકો પર જીત તરફ છે. PKની પાર્ટી જન સુરાજ અને VIPનું ખાતું પણ ખૂલ્યું નથી. અપક્ષ સહિત અન્ય 3 બેઠકો પર આગળ છે.

પરિણામને લઈને રાહુલ ગાંધીએ ‘X’ પર લખ્યું છે કે ‘બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું છે. અમે એક એવી ચૂંટણીમાં જીત હાંસલ ન કરી શક્યા, જે શરૂઆતથી જ નિષ્પક્ષ નહોતી.’

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!