અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અમદાવાદની અલગ-અલગ મસ્જિદોની બહાર એક ગેંગ રૂપિયા ઉઘરાવી રહી છે, આ ગેંગ અરબી ભાષામાં એક બીજા સાથે વાતો પણ કરી રહી હતી ત્યારે ક્રાઈમ બ્રાંચે ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરીને મસ્જિદોમાંથી રૂપિયા ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે, ક્રાઇમબ્રાન્ચે અલી મેઘાત અલઝહેર નામના એક સિરિયન નાગરિકની ધરપકડ કરી, એકઠા કરેલા રૂપિયાનો ઉપયોગ કયા હેતુ માટે થઈ રહ્યો છે, તે બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે, આ કેસની તપાસ રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ કરી રહી છે. ઝડપાયેલ આરોપીની ગતિવિધિ શંકાસ્પદ જણાતા ક્રાઇમબ્રાન્ચે કાર્યવાહી કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં અરબી ભાષામાં વાતો કરીને રૂપિયા ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, ક્રાઇમ બ્રાન્ચે અલી મેઘાત અલઝહેરની ધરપકડ કરી છે, અન્ય ત્રણ સાથીઓ પોલીસ કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની વાત સામે આવી છે, આરોપી પોતે પિડીત છે તેમ કહી લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલો અલી ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને વૈભવી જીવન જીવવા માટે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતો હતો અને, ગાઝાના પીડિતોના નામે રૂપિયા ઉઘરાવતા હોવાની વાત સામે આવી છે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અલીને બ્લેકલિસ્ટ કરી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરી છે, તો બીજી તરફ અલીના ફરાર સાગરિતોને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી છે, આ કેસમાં અન્ય ખુલાસા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરીને કરી શકે છે.