બિહારમાં નીતિશ કુમારે 10મી વખત CM પદના શપથ લીધા, PM મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજર
Views: 57
0 0

Read Time:1 Minute, 54 Second

નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. ગાંધી મેદાન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક વરિષ્ઠ ભાજપ નેતાઓ હાજર રહ્યા છે. બિહારની નવી સરકારમાં સમ્રાટ ચૌધરી સાથે ભાજપ ક્વોટામાંથી વિજય કુમાર સિંહાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સિંહાએ ગાંધી મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લીધા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે. ગાંધી મેદાનની સુરક્ષા SPGના હાથમાં છે. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજર રહ્યા છે. પીએમ મોદી પટના એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ગાંધી મેદાન પહોંચ્યા હતા. હરિયાણા, આસામ, ગુજરાત, મેઘાલય, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ પટના પહોંચ્યા હતા. સવારે શપથ પહેલા નીતિશ કુમાર હોટેલ મૌર્ય ગયા હતા, અહીં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ ગાંધી મેદાન પહોંચ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!