વાર્ષિક ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડસ – 2024નું બાવીસમું વર્ષ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્યતાથી સમ્પન્ન
Views: 62
2 0

Read Time:6 Minute, 9 Second

ગુજરાતી ફિલ્મ-ટીવી અને તખ્તાના કલાકારોને એક જ મંચ પરથી દરવર્ષે સન્માનવાની મનોરંજન જગતની વિશ્વની સૌથી મોટી અને જૂની એકમાત્ર પરંપરા સાથે આ વર્ષે વિશ્વના સૌથી જૂનું અને પ્રતિષ્ઠિત અખબાર “મુંબઈ સમાચાર” પ્રસ્તુતકર્તા તરીકે જોડાયું હતું. 19 નવેમ્બર, 2025 – બુધવાર ના રોજ, મુંબઈની સહારા સ્ટાર હોટેલના રૂબી હોલમાં ખાતે પંચાવન જેટલા ગુજરાતી કલાકાર કસબીઓનું ભારે ઉત્સાહ અને ભવ્યતાથી સન્માન થયું.

દર વર્ષની જેમ આ વર્ષે 11 વિશેષ વ્યક્તિત્વોનું સન્માન કરવામાં આવ્યું. ગોવિંદભાઇ પટેલ મહારથી એવોર્ડ સ્નેહા દેસાઇ, મહેશ-નરેશ એવોર્ડ ગાયક અને સંગીતકાર સંજય ઓઝા – પાર્થ ઓઝા, હેમુ ગઢવી એવોર્ડ ભૂમિ ત્રિવેદી તેમજ ઉત્તર ગુજરાતનાં લોક ગાયક રાકેશ બારોટ, ગીતકાર મનું રબારી અને ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરને ટ્રાન્સમીડિયા વિશેષ એવોર્ડ એનાયત થયા. લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડનું સન્માન અપરા મહેતા અને ઉત્કર્ષ મજૂમદારને મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસના હસ્તે એનાયત થયા. આ ઉપરાંત સમાજસેવક રત્ન એવોર્ડ શ્રી સી. વી. શાહ, જૈન રત્ન એવોર્ડ શ્રી રમેશભાઈ વોરા, ધીરુભાઈ મેમોરિયલ એવોર્ડ શ્રી સંજય ઠક્કર ને એનાયત થયા.

મુંબઈ શ્રેષ્ઠ નાટક વિજેતા રૂબરૂ પ્રોડક્શન – ક્રિષ્ના શાહ ‘સંબંધો સ્પર્શ વિનાના’ ને શ્રીમતી રૂપા આનંદ પંડિત તરફથી ૫૧,000/- નું રોકડ પુરષ્કાર જાહેર થયું, જે છેલ્લા ઘણા વર્ષોથી અપાય છે. ફ્રેન્ડ થિયેટર ગ્રુપ – વિપુલ શાહનું “પાવરફૂલ પાટીદાર” શ્રેષ્ઠ ગુજરાત નાટક જાહેર થયું હતું.

આ વર્ષે “મુંબઈ સમાચાર” ના તંત્રી શ્રી નીલેશ દવેના ખાસ આગ્રહને માન આપી, ‘માનનીય મુખ્યમંત્રી-મહારાષ્ટ્ર શ્રી દેવેન્દ્ર ફડનવીસ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એમણે આ એવોર્ડ પરંપરાને અને ગુજરાતી સંસ્કૃતિને બિરદાવી હતી અને સૌને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત લોટ્સ ગ્રુપના શ્રી આનંદ પંડિત, પેન વિડીયો ના જયંતિ ગડા, પાટીદાર સમાજના શ્રી ભાર્ગવ પટેલ, ઈસ્કોન ગ્રુપના શ્રી પ્રવીણ કોટક, યુનિકોર્ન ગ્લોબલના શ્રી ધર્મેશ શાહ વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો કલાકારોમા મેહુલ કુમાર, અર્જન બાજવા, આયેશા ઝુલકા, સુનિલ પાલ, માનસી પારેખ ગોહિલ વગેરે સહિત મનોરંજન જગતના અનેક જાણીતા કલાકારોએ ઉપસ્થિત રહી સમારંભને સ્ટારસ્ટડેડ બનાવ્યો હતો. કયારેય કોઈ આવા સમારોહમાં ઉપસ્થિત ન રહેનાર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સૌ પ્રથમવાર ઉઓસતહિત રહ્યા હતા અને પરફોર્મન્સ પણ કર્યું હતું.

આ વર્ષે આ એવોર્ડ સમારોહનું જીવંત પ્રસારણ “મુંબઈ સમાચાર” ની યુટ્યુબ ચેનલ ઓરથી થયું, જેને લાખો લોકોએ જોયું. અને હવે “સોહમ” ચેનલ પરથી પ્રસારિત થશે.

ટ્રાન્સમીડિયાના એમ.ડી. શ્રી જસ્મીન શાહે જણાવ્યું કે, આ ભવ્ય પરંપરામાં માનનીય શ્રી નરેન્દ્ર મોદી સહિત અનેક ગુજરાતનાં નેતાઓ એ તો મુખ્ય અતિથિત તરીકે ઉપસ્થિત રહી, સાથ સહકાર આપ્યો જ છે. પણ આ વર્ષે પ્રથમવાર મહારાષ્ટ્રના નેતા પધાર્યા એ આનંદની વાત છે.

ફિલ્મ કસુંબો, મહિયરમાં મનડું નથી લાગતું, લાલો ના ગીત સહિત – વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા, મોના કનોડિયા, ફિલ્મ “લાલો” ની અભિનેત્રી રીવા રાચ્છ, અરવિંદ વેગડા, ભૂમિ ત્રિવેદી, જીતુ પંડયા, ગ્રીવા કંસારા, મૌલિક ત્રિવેદી, કશીષ રાઠોડ, દિપીકા પાટીલ, યશ ગજ્જર, કૃપા ચંદેરાના ધમાકેદાર પર્ફોર્મન્સીસ ઉપરાંત અર્ચના હારિયા ટીમ દ્વારા ફેશન-શો ને લોકોએ ઉત્સાહથી માણ્યું. સમગ્ર પર્ફોર્મન્સીસ રાજકુમાર જાણી – મહાદેવ એન્ટરટેઇન્મેન્ટની ટીમમાં કોરિયોગ્રાફી પ્રવીણ નાગર-મેગી અને તન્વી નાગર તેમજ દિપક તૂરી, ક્રિએટિવ ડિરેક્ટર રફીક પઠાણ તેમજ સ્ટાઇલીંગ અને કોશ્ચ્યુમ કલ્યાણી ઠાકરે સંભાળ્યા હતાં .

મનોરંજનથી ભરપૂર આ ભવ્ય મેઘા ઇવેન્ટનું એન્કરીંગ ઓજસ રાવલ – દીપિલ રાવલ, રીવા રાચ્છ – નિખિલ પરમાર, લીનેશ ફણસે – રિધ્ધિ ત્રિવેદી , સમર્થ શર્મા – ફિઝા વારિયા એ સંભાળ્યું હતું.

આ સમારોહમાં જીગ્નેશ ભૂતાની હાઈ ટેક ઈવેન્ટસ ટીમ તેમજ મુંજાલ થીમ્સ એન્ડ ઓકેશન્સ પ્રા. લિ. ના રાજુ સાવલાનું માર્ગદશન હતું. તેમજ દીપક અંતાણી સમગ્ર આયોજન સંભાળ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!