અમદાવાદના અખબારનગરમાં બનશે મલ્ટી બસ ડેપો જેમાં એક સ્થળથી મળી રહેશે AMTS, BRTS અને ST બસ, 100 બસ પાર્ક થઈ શકે તે પ્રકારનું બનશે મલ્ટી બસ ડેપો બનશે.
અમદાવાદના અખબારનગર ખાતે બનાવવામાં આવશે મલ્ટી બસ ડેપો જેમાં એક જ સ્થળ થી મળી રહેશે amts brts અને એસટી બસ મળી શકશે,. 100 બસ પાર્ક થઈ શકે એ સાઈઝનું બનાવવામાં આવશે બસ ડેપો અને 250 કરોડથી વધુની કિંમતનો ડેપો બનશે, બસ ડેપોની ડિઝાઇન બનાવવા amcએ ખર્ચ કર્યા 11 કરોડ.
અમદાવાદના અખબારનગરમાં કલાસ પેસેન્જર સુવિધા સાથે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે જેમાં કીટલી સર્કલ પાસે આવેલા ફાઈનલ પ્લોટમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા 18 માળનું આ ભવ્ય હબ તૈયાર કરવાની યોજના છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ AMTS, BRTS અને GSRTC (ST બસ) સેવાઓને એક જ સ્થળે લાવીને મુસાફરોને સુવિધા આપવાનો અને શહેરના ગીચ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવાનો છે.
આ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપ (PPP)ના ધોરણે 5564 સ્કેવર મીટરના વિશાળ વિસ્તારમાં બનાવાશે. ટ્રાન્સપોર્ટ આ હબ બનવાથી ST સહિતની બસોને શહેરના ગીચ ટ્રાફિકમાં પ્રવેશવાની સમસ્યાનો અંત આવશે અને શહેર બહારથી આવતા-જતા પેસેન્જરોને બસ પકડવામાં મોટી રાહત થશે.
