https://www.instagram.com/reel/DRjGf_Uk1yJ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
હોંગકોંગના તાઈ પો જિલ્લામાં સ્થિત એક બહુમાળી રહેણાંક સંકુલમાં બુધવાર (26 નવેમ્બર) બપોરે ભીષણ આગ લાગતા કુલ 44 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો દાઝી ગયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે અંદાજિત 300 લોકો ગુમ છે. મૃતકોમાં એક ફાયરફાઇટરનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ લગભગ 700 જેટલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે.
આ કોમ્પ્લેક્સ કુલ આઠ ઇમારતોનું હતું, જેમાં લગભગ બે હજાર એપાર્ટમેન્ટ હતા. વાંગ ફુક કોર્ટના આ ટાવર વાંસના માળખાથી ઢંકાયેલા હતા.
આગની શરૂઆત ઇમારતોની બહાર લાગેલા આ જ માળખામાંથી થઈ હતી, જેના પર સમારકામ ચાલી રહ્યું હતું. ભારે પવન અને સળગતા કાટમાળને કારણે જ્વાળાઓ એક ઇમારતથી બીજી ઇમારત સુધી ફેલાતી ગઈ.
ભારે પવન અને સળગતા કાટમાળને કારણે જ્વાળાઓ એક ઇમારતથી બીજી ઇમારત સુધી ફેલાઈ ગઈ. જ્યારે આગ ભભૂકી ઉઠી, ત્યારે ઘણા લોકોને તેની જાણ પણ ન થઈ કારણ કે સમારકામના કામને કારણે બારીઓ બંધ હતી.
ઘણા વૃદ્ધો સમયસર બહાર નીકળી શક્યા નહીં. 40 વર્ષથી ત્યાં રહેતા એક નિવાસીએ કહ્યું કે તેમના ઘણા પડોશીઓ વૃદ્ધ છે અને ઝડપથી બહાર નીકળી શકતા ન હતા.
એક મહિલાએ કહ્યું કે આ બધું જોઈને દિલ તૂટી જાય છે અને તે ફક્ત એટલું જ ઈચ્છે છે કે બધા લોકો સુરક્ષિત ઘરે પાછા ફરી શકે. ઘણા લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે અને બહાર નીકળતા ડરી રહ્યા છે, કારણ કે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી.
આસપાસની ઘણી ઇમારતો પણ ખાલી કરાવવામાં આવી રહી છે અને નજીકના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
હોંગકોંગ સરકારે જણાવ્યું છે કે વાંગ ફુક કોર્ટ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ પછી અસ્થાયી આશ્રયસ્થાનો ખોલવામાં આવ્યા છે. આ આશ્રયસ્થાનો ક્વોંગ ફુક કોમ્યુનિટી હોલ અને તુંગ ચેઓંગ સ્ટ્રીટ લીઝર બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યા છે.
ઘટનાસ્થળેથી મળેલા ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે ઈમારતના ઘણા ફ્લેટોની બહાર લગાવેલી વાંસ તેજ જ્વાળાઓથી ઘેરાયેલી છે.
બચાવકર્મીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી.
હોંગકોંગમાં 35 માળનાં 8 બિલ્ડિંગમાં આગ, 36નાં મોત:257 લોકો ગુમ, હજુ પણ અંદર ઘણા લોકો ફસાયાની આશંકા; વાંસના માળખામાં લાગેલી આગ ઈમારતોમાં ફેલાઈ
મીડિયા અહેવાલો મુજબ, બપોરે 2.51 મિનિટે વાંગ ફુક કોર્ટ નામના રહેણાંક પરિસરમાં અચાનક આગ લાગી હતી અને ઊંચી બિલ્ડિંગ્સને ઝપેટમાં લઈ લીધી. ધુમાડાના કાળા વાદળો દૂર-દૂર સુધી દેખાયા અને અફરાતફરી મચી ગઈ. આ કોમ્પલેક્સના સંકુલમાં કુલ 8 બ્લોક્સ અને 2000 ફ્લેટ્સ આવેલા છે. સ્થિતિની ગંભીરતાને જોતા ફાયર સર્વિસ વિભાગે ‘લેવલ-5 આલાર્મ ફાયર’ જાહેર કર્યું, જે હોંગકોંગમાં આગની સૌથી ગંભીર શ્રેણી છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આખી બહુમાળી બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની બહારની દિવાલો પર સમારકામ માટેના વાંસના લાકડા બાંધેલા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. આ ઘટનાસ્થળે 767 ફાયરફાઇટર્સ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે આસપાસની ઇમારતો ખાલી કરાવી હતી. ટ્રાન્સપોર્ટ વિભાગે જણાવ્યું કે આગને કારણે 30થી વધુ બસ રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
