છોટાઉદેપુર: પાવી જેતપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
Views: 90
0 0

Read Time:1 Minute, 39 Second

છોટાઉદેપુર જિલ્લામાં દારૂની હેરાફેરી માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાવી જેતપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ ઘટના મોટી રાસલી ગામ નજીક પાવી જેતપુર પાસેના જનતા ડાયવર્ઝન પર બની હતી. પાવી જેતપુર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસ દ્વારા શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસને જોઈને આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.

પોલીસે એમ્બ્યુલન્સની તલાશી લેતા અંદરથી પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની કુલ 928 બોટલ ઝડપી પાડી હતી. આ ઝડપાયેલા દારૂની કુલ કિંમત રૂ. 2.55 લાખ આંકવામાં આવી છે.પોલીસે એમ્બ્યુલન્સ અને દારૂનો જથ્થો કબજે કરીને ભાગી છૂટેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. માનવતાના કાર્યમાં વપરાતી એમ્બ્યુલન્સનો ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હોવાનું સામે આવતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!