Kutchના ભચાઉમાં વહેલી સવારે એલપીજી ભરેલી ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી
Views: 209
0 0

Read Time:1 Minute, 33 Second

કચ્છના ભચાઉમાં હાઇવે પર ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો અને LPG ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટથી અફડાતફડી મચી હતી, સામખીયાળી-માળીયા હાઇવે પર ટેન્કરમાં બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે, તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

તો ટેન્કર ઉભુ હતુ હાઈવે પર અને અચાનક બ્લાસ્ટ થતા ધડાકો થયો હતો અને આસપાસના લોકો બહાર આવી ગયા હતા, ધડાકો થતાની સાથે જ આગ લાગી હતી અને આગ વિકરાળ હતી તેના કારણે રોડ પર રહેલા અન્ય વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા, પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે, આગ કેમ લાગી તેને લઈ ફાયર વિભાગ પણ તપાસ કરી રહ્યું છે, કોઈએ આગ લગાડી છે કે પછી અચાનક જ આગ લાગી તે દિશામાં તપાસ ચાલે છે.

જુના કટારીયા પાસે એલપીજી ભરેલા ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી હતી, આગ લાગતાની સાથે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો અને પોલીસે ટ્રાફિક દૂર કર્યો હતો, ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાની નહી થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ કે દૂર સુધી તેના ગોટા જોવા મળ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!