ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા મેવાણીની હર્ષ સંઘવીને ચેલેન્જ: કહ્યું, આવો… ગુજરાત પોલીસ ભવનમાં વન ટુ વન થઈ જાય
Views: 62
0 0

Read Time:2 Minute, 17 Second
ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા મેવાણીની હર્ષ સંઘવીને ચેલેન્જ: કહ્યું, આવો… ગુજરાત પોલીસ ભવનમાં વન ટુ વન થઈ જાય

ગુજરાતમાં કોંગ્રેસે દારૂ અને ડ્રગ્સની બદીના વિરુદ્ધમાં જંગ છેડ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદમાં બાઈકરેલી યોજી ‘SAY NO TO DRUGS’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીથી રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન સુધી યોજાઈ રહેલી આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસપ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા.

જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે મારા વિધાનસભા વિસ્તારમાં છે. તેમને આહવાન કરું છું કે આવી જાઓ… ગુજરાત પોલીસ ભવનમાં ડ્રગ્સ મુદ્દે વન ટુ વન ડિબેટ કરીએ…

મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે હર્ષ સંઘવી આજે મારા વિધાનસભા વિસ્તાર વડગામમાં છે. તેમને ચેલેન્જ કરું છું કે આવો… ગુજરાત પોલીસ ભવનમાં, આપણે ડ્રગ્સ મુદ્દે વન ટુ વન ડિબેટ કરીએ. ગુજરાતના દરિયાકાંઠે 72 હજાર કરોડનું ડ્રગ્સ કોણે મોકલ્યું અને કોણે માગાવ્યું એ અંગે જવાબ તો આપવો પડશે. અમે ડ્રગ્સના મુદ્દે ગુજરાતના ખૂણે ખૂણે જઈશું.

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વધુ એકવાર ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. બાઈકરેલી દરમિયાન આક્ષેપ કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં જે ધાર્મિક સ્થળો આવેલાં છે એની એક-બે કિમીની ત્રિજ્યમાં ડ્રગ્સ અને દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જે શરમજનક છે. ખાખીવર્દીના અનેક માણસો ઈમાનદાર છે તેમને હું સલામ કરું છે. જે લોકો ભ્રષ્ટ છે તેના રાજ્ય સરકારે જ પટ્ટા ઉતારી લેવા જોઈએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!