અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા PIનું ફાયરિંગ
Views: 74
0 0

Read Time:1 Minute, 55 Second

દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી મોઈનુદ્દિનને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈને નીકળી હતી. આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું.

અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર થયેલા દુષ્કર્મ કેસના આરોપીએ રિકન્સ્ટ્રકશન દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કરતા PIએ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે ખસેડાયો છે. જ્યારે એક હેડ કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્ક્રમના કેસમાં ઝડપાયેલા મોઈનુદ્દીન નામના આરોપીને લઈ પોલીસ આજે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રકન માટે લઈ ગઈ હતી. ત્યારે આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળ પર હાજર પોલીસ ઈન્સ્પેક્ટર ઈમરાન ઘાસુરા પાસેથી હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. PI તરફથી ફાયરીંગ કરાતા આરોપીને એક ગોળી પગમાં વાગી હતી.

દુષ્કર્મના આરોપી અને પોલીસકર્મી વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!