પ્રફુલ શાહની અનોખી ડોક્યુ-નોવલ ‘સરહદનો સુપરકોપ’નું રોમહર્ષક વિમોચન
Views: 50
0 0

Read Time:2 Minute, 54 Second

અમદાવાદ: સૈનિક અને પોલીસ. સરહદ અને શહેર. આ મર્યાદાને ઓગાળતા શબ્દ-દેહનો પરિચય થયો અમદાવાદમાં યોજાયેલા અનોખા પુસ્તક વિમોચનમાં. જાણીતા લેખખ-પત્રકાર પ્રફુલ શાહની નવી ડોક્યુ-નોવલ ‘સરહદનો સુપરકોપ’ને આવકારતી વખતે રોમહર્ષક માહોલ સર્જાયો હતો.

કચ્છના જાંબાઝ-ખમીરવંતા પોલીસ અધિકારી દિલીપ અગ્રાવતના અકલ્પનીય પરાક્રમમોને આવરી લેતા ’સરહદના સુપરકોપ’ને અમદાવાદના કલાસ્મૃતિ સંકુલમાં હરખભેર પોંખવામાં આવ્યું હતું. આ સમારંભને દીપાવ્યો કચ્છના પૂર્વ પોલીસ અધીક્ષક, ગુજરાતના પૂર્વ પોલીસ મહાનિર્દેશક એ.કે. સિંહે. સાદા, પ્રમાણિક, બહાદુર, કડક છતાં સાવ સરળ અધિકારી તરીકે જાણીતા આ અમલદારે એક સમયે કચ્છમાં પડકારૂપ સંજોગોમાં દિલીપભાઈએ દાખવેલી અનન્ય-અભૂતપૂર્વ નિષ્ઠા, ધગશ અને હિમ્મતને બિરદાવી હતી. અચાનક સરપ્રાઇઝ રૂપે છેક મુંબઈથી આવી પહોંચેલા ઐતિહાસિક અખબાર ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નિલેશ દવેએ લેખક-પુસ્તક-કથા નાયકનો અલ્પ શબ્દોમાં સચોટ પરિચય કરાવીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા. ખૂબ સફળ છતાં ધરતી સાથે જોડાયેલા હિન્દી, ગુજરાતી, મરાઠી ફિલ્મોના નિર્માતા, દિગ્દર્શક અને લેખક જયંત ગિલાટરે દરેક પુસ્તકમાં વૈવિધ્યસભર પણ અઘરા વિષય આવરનારા લેખક પ્રફુલભાઇને બિરદાવ્યા હતા.

મુંબઈમાં પત્રકારત્વથી કારકિર્દી શરૂ કરીને અમેરિકામાં સફળ બિઝનેસમેન સુધીની સફર ખેડનારા વિજય કોટક નાદુરસ્ત તબિયતને કારણે હાજર ન રહી શકતા શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. કથા-નાયક દિલીપ અગ્રાવતે પોતાની મજલ બદલ સંતોષ અને સર્વ સબંધિત પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. લેખક પ્રફુલ શાહે આવા અનસંગ હિરો-હિરોઇનને પ્રકાશમાં લાવવાની પોતાની ઝુંબેશને આગળ વધારવાની ખાત્રી ઉચ્ચારી હતી. તેમણે અલ્પ શબ્દો થકી કચ્છ પરના ચાર પુસ્તકો અને ‘સરહદનો સુપરકોપ’ના સર્જન પ્રક્રિયા પીરસી હતી.

પીઢ પત્રકાર અને માજી તંત્રી વિપુલ વૈધે વિષયોચિત સંચાલન થકી નવભારત સાહિત્ય મંદિર અને રોનક શાહ પ્રકાશિત ‘સરહદના સુપરકોપ’ને અચુક માણવાનું – વાંચવાનું આગ્રહભરી અપીલ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!