અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં પીપળેશ્વર સોસાયટી પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરની જગ્યા અને રેલવે વિભાગની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જગ્યા લેવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ સામે આવ્યો છે. આજે 11 ડિસેમ્બરના રોજ સવારે બુલેટ ટ્રેનના અધિકારીઓ સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચ્યા છે, ત્યારે સ્થાનિક લોકો અને મંદિર તરફથી રામધૂન શરૂ કરી દેવામાં આવી છે.
ન્યુ રાણીપમાં મંદિર મામલે સ્થાનિકો અને પોલીસ આમનેસામને
માપણી બાદ સમાધાન
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે જમીનને લઈ વિવાદ
15 મિનિટમાં જગ્યા ખાલી કરવા પોલીસનું એનાઉન્સમેન્ટ
મંદિર તરફથી રામધૂન શરૂ
પોલીસે જગ્યા ખાલી કરી દેવા એનાઉન્સમેન્ટ કર્યું
મોટી સંખ્યામાં સ્થાનિકો મંદિરની જગ્યામાં એકઠાં થયાં
પોલીસે ચર્ચાના અંતે બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે જમીનને લઈ વિવાદ સર્જાયો છે. આજથી બુલેટ ટ્રેનની વધારાની કામગીરી માટે જે જગ્યા રેલવે વિભાગ દ્વારા ફાળવવામાં આવી છે, તે જગ્યામાં કામ શરૂ કરવાનું હતું. જોકે સવારથી આ જગ્યા પર રામધુન શરૂ કરી દેવામાં આવી હતી, જેથી સાબરમતી પોલીસનો બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો.
સાબરમતી પોલીસ દ્વારા માઈકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે, 10થી 15 મિનિટમાં આ જગ્યા ખાલી કરી દેવામાં આવે. રેલવેની જગ્યા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે લેવાની હોવાના કારણે થઈને આ જગ્યા ખાલી કરી દેવામાં આવે, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની પાંચ જેટલી ગાડીઓ અને 50થી વધારે પોલીસ કર્મીઓની મદદથી હાલ આ જગ્યા લેવા માટે થઈને બુલેટ ટ્રેનના અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.
પોલીસની પાંચ જેટલી ગાડીઓ અને 50થી વધારે પોલીસ કર્મીઓની મદદથી હાલ આ જગ્યા લેવા માટે થઈને બુલેટ ટ્રેનના અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.
ચર્ચાના અંતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ તેમજ સ્થાનિક લોકો વચ્ચે જમીન માપણી માટે વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. રેલવે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને જે જગ્યા ફાળવવામાં આવી છે, તે સંપૂર્ણ જગ્યા લેવાની જગ્યાએ વચ્ચેનો માપણીની ક્ષેત્રફળ મુજબની જગ્યા માપીને લેવા માટે સમાધાન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે જગ્યા ફાળવવાને લઈને સમાધાન થયું છે. મંદિરમાં જવા માટેની જગ્યા છોડી અને બાકીની જગ્યા ઉપર કબજો લેવા માટે માપણી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.