ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને “પ્રાઇડ ઓફ નેશન એવોર્ડ્સ 2025”થી સન્માનિત કરવામાં આવી
Views: 119
1 0

Read Time:2 Minute, 51 Second

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ને પ્રતિષ્ઠિત “પ્રાઇડ ઓફ નેશન એવોર્ડ્સ 2025”
હેઠળ સ્ટેટ લીડરશીપ ઑનર (યુનિવર્સિટી) તથા બેસ્ટ યુનિવર્સિટી ઓફ ગુજરાત જેવી બે
મહત્ત્વપૂર્ણ શ્રેણીઓમાં સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ્સ વેટરન્સ ઇન્ડિયા, નવી દિલ્હી
દ્વારા AICTE, NBA અને AIUના સહયોગથી વિજય દિવસના અવસરે 16 ડિસેમ્બર 2025ના
રોજ NDMC, નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં અર્પણ કરવામાં આવ્યા.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ માનનીય કુલપતિ મહોદયાના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ તથા રજીસ્ટ્રાર સાહેબના
સતત માર્ગદર્શન અને સહયોગનું પ્રતિબિંબ છે, જે GTUની રાષ્ટ્રીય વિકાસ, સર્વસમાવેશક
શિક્ષણ અને સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

એવોર્ડ સમારોહમાં શ્રી સંજય શેઠ, માનનીય રાજ્યમંત્રી (રક્ષા) — મુખ્ય અતિથિ તરીકે; શ્રી
રામલાલ જી, અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ; ડૉ. અનિલ સહસ્ત્રબુદ્ધે,
અધ્યક્ષ, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ (NETF), EC-NAAC અને NBA; પ્રો. (ડૉ.)
ટી. જી. સીતારામ, અધ્યક્ષ, AICTE; તથા ડૉ. બી. કે. મિશ્રા, સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ,
વેટરન્સ ઇન્ડિયા જેવા ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

GTUનું મૂલ્યાંકન વિવિધ રાષ્ટ્રીય માપદંડો આધારે કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ સૈનિકોના
સન્માન માટે રાષ્ટ્રીય દિવસોની ઉજવણી, સશસ્ત્ર દળો અને શહીદોના પરિવારજનોનું કલ્યાણ,

સમુદાય સંપર્ક અને ગ્રામીણ વિકાસ, ભારતીય જ્ઞાન પરંપરા અને સંસ્કૃતિ, મહિલા સશક્તિકરણ
અને સુરક્ષા, રમતગમત અને આરોગ્ય, NEP 2020 અને SDGsનો અમલ, યુવા નેતૃત્વ અને
ભાગીદારી, રક્ષા ક્ષેત્ર માટે કારકિર્દી તૈયારી, તથા “ભારત કે નિર્માતા” પહેલ અંતર્ગત દેશભક્ત
દૂતોનાં વિકાસનો સમાવેશ થાય છે.

આ સન્માન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની શૈક્ષણિક શ્રેષ્ઠતા, રાષ્ટ્ર નિર્માણ અને
સમાજસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!