આજે સાંજે SIR-2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, યાદી જાહેર થતાં જ તમે 6 સ્ટેપમાં સમજો, યાદીમાં તમારું નામ છે કે નહીં? તે જાણો
Views: 571
1 0

Read Time:5 Minute, 19 Second

ગુજરાતમાં હાલ ખાસ મતદાર સુધારણા યાદી(SIR)ની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં મતદારોની ગણતરીની 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે.

આજે બપોર સુધીમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ મતદારો ઓનલાઈન પોતાના નામની ચકાસણી કરી શકશે. 6 સ્ટેપમાં નામની ચકાસણી થઈ શકશે. જો ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ નથી તો ચિંતા કરવાની જરુર નથી. નામ નહીં હોય તેની સામે કારણ પણ આપેલું હશે. જે કારણને લઈ તમે 18મી જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકશો. ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ તમે કઈ રીતે ઓનલાઈન નામ ચેક કરશો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અહીં સમજાવીશું.

આજે ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થયા બાદ આ 6 સ્ટેપમાં સમજો, યાદીમાં તમારું નામ છે કે નહીં

સ્ટેપ 1
સૌથી પહેલાં તમારે ઇન્ટરનેટ પર જઇને સીઇઓ ગુજરાત (ceo gujarat) ટાઇપ કરવાનું રહેશે. સર્ચ રિઝલ્ટમાં તમને સીઇઓ ગુજરાત- ગુજરાત સ્ટેટ પોર્ટલ (CEO Gujarat – Gujarat State Portal) જોવા મળશે. જેના પર ક્લિક કરતા જ ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની વેબસાઇટ ખુલી જશે.

સ્ટેપ 2
આ પેજ પર નીચેની તરફ ઇમ્પોર્ટન્ટ લીંક્સ હેડિંગ લખેલું જોવા મળશે. જેમાં ડાબી તરફ સૌથી પહેલાં SIR 2026 : List of Absent/Shifted/Deleted Electors લખેલું જોવા મળશે. જેના પર ક્લિક કરશો એટલે નવું વેબ પેજ ખુલી જશે.

સ્ટેપ 3
નવા વેબ પેજમાં વાદળી લીટીમાં List of Absent/Shifted/Dead Voters નામનું હેડિંગ આવશે. આ પેજ પર ગુજરાતના 33 જિલ્લાના નામ હશે. અહીંયા ડિસ્ટ્રીક્ટ નંબર, ડિસ્ટ્રિક્ટનું નામ અને Show એમ ત્રણ કોલમ હશે. તમારે જે જિલ્લાની માહિતી જોઈએ છે તે જિલ્લાના નામની બાજુમાં આવેલા Show નામના બટન પર ક્લિક કરવાનું રહેશે. (અહીં ઉદાહરણ આપવા માટે કચ્છ જિલ્લો લીધો છે.)

સ્ટેપ 4
તમે Show બટન પર ક્લિક કરશો એટલે સિલેક્ટ કરેલા જિલ્લામાં આવતા વિધાનસભા મત વિસ્તારોની યાદી ખુલશે.આ મતવિસ્તારોમાંથી તમારે જે મતવિસ્તારની યાદી જોઈએ છે તે વિધાનસભા પર ક્લિક કરવાનું રહેશે. (અહીં ઉદાહરણ તરીકે અંજાર વિધાનસભા મતવિસ્તાર લીધો છે.)

સ્ટેપ 5
હવે તમે જે વિધાનસભા મતવિસ્તાર સિલેક્ટ કરશો તેની ગૂગલ ડ્રાઇવ ખૂલી જશે. જેમાં ઘણી બધી PDF ફાઈલ જોવા મળશે. કોઇ PDF ફાઇલ પર તાલુકા અને તેના બૂથ તેમજ ભાગ નંબર લખેલા હશે તો કોઇ ફાઇલ પર ગામનું નામ લખેલું હશે. તેના પરથી તમે આ PDF ફાઇલ તમારા વિસ્તારની છે કે નહીં તે જોઇ શકશો. અહીં તમારે તમારા બૂથ નંબરની યાદી શોધવાની રહેશે.

SIRની પ્રક્રિયા વખતે તમને જે ફોર્મ ભરવા માટે આપ્યું હતું તેમાં તમારો બૂથ નંબર લખેલો હતો. જો એ વિગત તમારી પાસે ન હોય તો તમે તમારા BLO અથવા રાજકીય પક્ષના સ્થાનિક પ્રતિનિધિને પૂછી શકો છો.

સ્ટેપ 6
તમે તમારા બૂથની યાદી ખોલશો એટલે તમને BLOનું નામ, હોદ્દો અને તેનો રિપોર્ટ જોવા મળશે. રિપોર્ટના પહેલા જ ફકરામાં આ બૂથમાં કેટલા મતદારો છે તેની સંખ્યા લખેલી હશે. આ સાથે જ એ બૂથમાંથી કેટલા મૃત મતદારો, કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો તેમજ ગેરહાજર રહેલા મતદારોની સંખ્યા પણ જોવા મળશે.

માત્ર આટલું જ નહીં આ ચારેય પ્રકારના મતદારોનું એક લિસ્ટ પણ નીચેની તરફ હશે. જેમાં જે-તે વ્યક્તિનું નામ, તેનો મતદાર ક્રમાંક અને એપિક કાર્ડ નંબર પણ આપવામાં આવ્યો હશે. સાથે જ કયા કારણોસર એ મતદારનું નામ દૂર કરાયું છે તે પણ દર્શાવાયું હશે. (અહીં ઉદાહરણ આપવા માટે અંજાર વિધાનસભામાં આવતા નાગોર મતવિસ્તાર લીધો છે.)

આમ આ રીતે તમે અત્યારે જ 2 મિનિટમાં ગુજરાતના કોઇપણ જિલ્લા, મતવિસ્તાર અને બૂથ પર કેટલા નામ દૂર કરાયા છે, કોના નામ દૂર કરાયા છે અને કયા કારણોસર નામ દૂર કરાયા છે તે જાણી શકશો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!