ઓપરેશન મ્યુલ હંટ, ગુજરાત પોલીસનો સાયબર ઠગો પર સર્જિકલ સ્ટ્રાઈક
Views: 137
0 0

Read Time:2 Minute, 18 Second

સાયબર ઠગ સામાન્ય લોકોના બેંક ખાતાઓનો ઉપયોગ કરીને નાણાંની હેરાફેરી કરતા હતા, જેની કડીઓ પોલીસે આ ઓપરેશન દ્વારા જોડી દીધી છે. આ કાર્યવાહીથી સાયબર અપરાધીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા સેવાઈ રહી છે.

ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ આચરતા શખ્સો વિરુદ્ધ છેડવામાં આવેલું ‘ઓપરેશન મ્યુલ હંટ’ અત્યંત સફળ સાબિત થઈ રહ્યું છે. આ ખાસ ઝુંબેશ હેઠળ પોલીસે રાજ્યભરમાં સપાટો બોલાવીને અત્યાર સુધીમાં કુલ 534 જેટલી ફરિયાદો નોંધી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં કુલ 489 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા અંદાજે 1708 કરોડ રૂપિયાની માતબર રકમના છેતરપિંડીના વ્યવહારો થયા હતા. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.

ગુજરાત પોલીસનો સપાટો
પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં કુલ 3422 જેટલા સાયબર ગુનાઓનો પર્દાફાશ થયો છે, જે આ નેટવર્કની વિશાળતા દર્શાવે છે. ઓપરેશન દરમિયાન 771 જેટલા ‘મ્યુલ એકાઉન્ટ્સ’ (ભાડે આપેલા બેંક ખાતા) શોધી કાઢી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ઠગ સામાન્ય લોકોના બેંક ખાતાઓનો ઉપયોગ કરીને નાણાંની હેરાફેરી કરતા હતા, જેની કડીઓ પોલીસે આ ઓપરેશન દ્વારા જોડી દીધી છે. આ કાર્યવાહીથી સાયબર અપરાધીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા સેવાઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!