શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ ધોળકાથી ‘વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન’નો શુભારંભ કરાવ્યો
Views: 54
0 0

Read Time:6 Minute, 3 Second

શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ધોળકાથી ‘વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન’નો શુભારંભ કરાવ્યો હતો. શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ૪ મહાનગરપાલિકાના ૪૦ પ્રોજેક્ટ માટે ₹૧૮૫.૯૫ લાખ અને ૬૬ નગરપાલિકામાં ૯૬ પ્રોજેક્ટ માટે ₹૩૨૫.૭૩ લાખ મળીને કુલ ૧૩૬ પ્રોજેક્ટમાં દોઢ લાખ વૃક્ષો વાવવા માટે ₹૫.૧૧ કરોડના પ્રોજેક્ટ્સની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે પીએમ સ્વનિધિના લાભાર્થીઓને લાભોના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને કેમ્પેઈનનો પ્રારંભ કરાવ્યો હતો.

સ્વસહાય જૂથો થકી પર્યાવરણ સંરક્ષણના ધ્યેય સાથે ધોળકા ખાતે યોજાયેલા રાજયકક્ષા કાર્યક્રમને સમાંતર ૬૯ મહાનગરપાલિકાઓ/નગરપાલિકાઓમાં સ્થાનિક કક્ષાએ પણ કાર્યક્રમ યોજાયો હતો.

ધોળકાના વિરાટ સરોવર ખાતેથી શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ ‘વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન’નો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા મહિલાઓ પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી થશે. સાથે જ, રાજ્યની ૭૦ મહાનગરપાલિકા/નગરપાલિકામાંથી પણ બહેનો આ અભિયાનમાં સહભાગી થશે. શહેરી વિકાસ વિભાગ આજે આધુનિક શહેરોના નિર્માણ સાથે ગ્રીન કવર જાળવી રાખવા પણ સતત પ્રયાસરત રહે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માત્ર શહેરીકરણ કરીને કોંક્રિટના જંગલો જ આપણે ઊભા નથી કરવા, આપણે શહેરીકરણ સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપે છે. ગ્લોબલ વોર્મિંગ સામે જરૂરી પગલાં લઈને વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણને બચાવવા વડાપ્રધાનશ્રીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવ્યું છે. વૃક્ષો દ્વારા જ આપણને શુદ્ધ ઓક્સિજન મળશે.

આપણે માત્ર વૃક્ષો વાવવાના જ નથી, તેનું જતન કરીને તેને મોટા પણ કરવાના છે એમ જણાવીને મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ વર્ષને આપણે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીએ છીએ ત્યારે આપણે શહેરી વિકાસ સાથે પ્રજા કલ્યાણના કામો અને માળખાગત સુવિધાઓ પ્રત્યે પણ ધ્યાન આપવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે વિકાસ કાર્યો માટે બજેટમાં કોઈ કચાશ રાખવામાં આવતી નથી. સાથે જ, મંત્રીશ્રીએ નગરપાલિકાઓને માળખાગત સુવિધાઓના વિકાસ માટે તેમને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો આયોજનપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

પીએમ સ્વનિધિ યોજના અને સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરીને મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા નાના માણસોને મુખ્યધારામાં લાવવા પ્રયાસરત રહે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં અનેકવિધ અભિયાનો અને સહાય યોજનાઓના સુઆયોજિત અમલીકરણ થકી ગુજરાતની વિકાસયાત્રા આજે તેજ ગતિથી આગળ વધી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ‘વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન’ અંતર્ગત સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલી ૭૦૦૦થી વધુ મહિલાઓ અંદાજિત દોઢ લાખથી વધુ વૃક્ષો વાવીને તેના જતનમાં સહભાગી થશે.

ધોળકા નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા. તેમણે ધોળકા નગરના ભવ્ય ઐતિહાસિક વારસાનો પરિચય આપતા વિવિધ વિગતો પૂરી પાડી હતી અને ધોળકા આસપાસ આવેલા પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો. ‘વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન’ ગ્રીન ગુજરાતના મિશનને સાકાર કરવાની દિશામાં મહત્વનું સાબિત થશે એમ તેમણે જણાવ્યું હતું.

‘વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇન’ના શુભારંભ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવશ્રી(હાઉસિંગ) ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત શહેરી આજીવિકા મિશનના મિશન ડાયરેક્ટરશ્રી સંગીતા રૈયાણી, અમદાવાદ ઝોન નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા, ધોળકા પ્રાંત અધિકારીશ્રી હિતેશ જોશી, ધોળકા નગરપાલિકાના હોદ્દેદારો અને ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પ્રાર્થનાબા રાઠોડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કિંજલબેન જોશી તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!