ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડનમાં આયોજિત જન્મદિવસ સમારોહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે:Video
Views: 172
0 0

Read Time:2 Minute, 11 Second

લંડન: ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડનમાં આયોજિત જન્મદિવસ સમારોહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં ભાગેડુ હીરા ઉદ્યોગપતિ લલિત મોદી પોતાને અને વિજય માલ્યાને ‘ભારતના બે સૌથી મોટા ભાગેડુ’ કહી રહ્યા છે. વીડિયો નીરવ મોદીએ પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

https://www.instagram.com/reel/DSorz8ek0qm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

અમે ભારતનાં ‘બે સૌથી મોટા ભાગેડુ’, VIDEO
વિજય માલ્યાની બર્થ ડે પાર્ટીમાં લલિત મોદીએ ઇન્સ્ટામાં વીડિયો પોસ્ટ કર્યો
લખ્યું- ચાલો, ફરી ઇન્ટરનેટ ગજવી દઈએ…

આને પોસ્ટ કરતા નીરવે લખ્યું- ચાલો, ફરીથી ઇન્ટરનેટ હલાવી દઉં. ખાસ કરીને તમારા મીડિયાવાળાઓ માટે. ઈર્ષ્યા સાથે જોતા રહો. વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ આવી અને ઘણા યુઝર્સે ભારતીય તપાસ એજન્સીઓ અને સરકાર પર સવાલો ઉઠાવ્યા.

આ દરમિયાન, બોમ્બે હાઈકોર્ટે સોમવારે વિજય માલ્યાને પૂછ્યું છે કે તેઓ ભારત ક્યારે પાછા ફરશે. કોર્ટે કહ્યું કે ભારતમાં આવ્યા વિના અને કોર્ટના અધિકારક્ષેત્રમાં આવ્યા વિના, માલ્યાની અરજી પર સુનાવણી થશે નહીં. માલ્યાએ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ અને પોતાને ભાગેડુ જાહેર કરવાના નિર્ણયને પડકાર્યો છે.

વિજય માલ્યા 2016થી બ્રિટનમાં છે અને 2019 માં તેને સત્તાવાર રીતે ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે, લલિત મોદી 2010થી વિદેશમાં રહી રહ્યો છે અને તેના પર ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અને IPL સંબંધિત ગંભીર આરોપો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!