અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરીથી ભવ્ય ‘ફ્લાવર શો’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે
Views: 155
0 0

Read Time:4 Minute, 4 Second

‘ભારત એક ગાથા’ થીમ પર સજશે ફ્લાવર શો
10 લાખ ફૂલછોડથી સરદાર પટેલની પ્રતિમા કંડારાશે
અમદાવાદમાં ફૂલોનો મહોત્સવ
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય ફૂલ ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બનશે
1 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે ભવ્ય ઉદ્ઘાટન
દર વર્ષે સામાન્ય રીતે 15 દિવસ સુધી ચાલતો આ શો આ વર્ષે 25 દિવસ સુધી લંબાવવામાં આવ્યો
પ્રવાસીઓના ભારે પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે 25 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે.
48 પ્રકારના ફૂલછોડથી રિવરફ્રન્ટ મહેકી ઉઠશે
ફ્લાવર શો વિશાળ 73 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં ફેલાયેલો હશે
48 થી વધુ પ્રકારના વિદેશી અને દેશી ફૂલછોડનું પ્રદર્શન કરવામાં આવશે
પ્રદર્શનમાં મુખ્ય 6 આકર્ષણના કેન્દ્રો રહેશે
ભારતના વિવિધ તહેવારો, શાસ્ત્રીય નૃત્યો, પૌરાણિક ભારતના સ્કલપચર અને દેશની વિવિધ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓની પ્રતિકૃતિઓ જોવા મળશે
સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા રાખવામાં આવ્યો
શનિવાર અને રવિવાર માટે 100 રૂપિયા નક્કી કરાયા
પ્રવાસીઓ ભીડ વગર શાંતિથી મુલાકાત લેવા માંગતા હોય તેમના માટે 500 રૂપિયાના દરે VIP સ્લોટની વ્યવસ્થા

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરીથી ભવ્ય ‘ફ્લાવર શો’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

લોકોના ભારે ઉત્સાહ અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે ફ્લાવર શોનો સમયગાળો લંબાવીને 22 દિવસનો કરવામાં આવ્યો છે. આશરે 73 હજાર સ્કેવેર મીટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ શોમાં 48 અલગ-અલગ પ્રકારના ફૂલોના અંદાજે 10 લાખ જેટલા છોડ દ્વારા અદભૂત સુશોભન કરવામાં આવ્યું છે. આ વર્ષના શોની મુખ્ય થીમ ‘ભારત એક ગાથા’ રાખવામાં આવી છે, જેમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય ફૂલ ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બનશે.

ટિકિટના દરોની વાત કરીએ તો, સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા રાખવામાં આવ્યો છે, જ્યારે શનિવાર અને રવિવાર માટે 100 રૂપિયા નક્કી કરાયા છે. જે પ્રવાસીઓ ભીડ વગર શાંતિથી મુલાકાત લેવા માંગતા હોય તેમના માટે 500 રૂપિયાના દરે VIP સ્લોટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના બાળકો, દિવ્યાંગો અને દેશના સૈનિકો માટે પ્રવેશ તદ્દન મફત રાખવામાં આવ્યો છે, જ્યારે ખાનગી શાળાના બાળકો માટે માત્ર 10 રૂપિયા ટોકન ફી રાખવામાં આવી છે. આ ફ્લાવર શોમાં ભારતની સંસ્કૃતિ અને વિકાસની ઝાંખી કરાવતા વિવિધ સ્કલ્પચર્સ પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરશે.

તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા ફેઈમ (સુંદર) મયુર વાકાણી એ ફલાવર શો માં આવવા માટે જનતા ને અપીલ કરી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!