વડાપ્રધાન મોદીએ હાથમાં ડમરૂ લઈને શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો, હર હર મહાદેવના નાદથી પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું
Views: 104
1 0

Read Time:2 Minute, 24 Second

https://youtu.be/cx15IyHnMXE

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સોમનાથમાં 108 અશ્વો સાથે શંખ સર્કલથી વીર હમીરજી ગોહિલની પ્રતિમા સુધીની શૌર્ય યાત્રાનો વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવ્યો છે.

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સોમનાથમાં 108 અશ્વો સાથે શંખ સર્કલથી વીર હમીરજી ગોહિલની પ્રતિમા સુધીની શૌર્ય યાત્રાનો વડાપ્રધાન મોદીએ પ્રારંભ કરાવ્યો છે. આ ઐતિહાસિક સ્વાભિમાન યાત્રામાં 108 અશ્વસવારો અને સેંકડો લોકો જોડાયા છે. વડાપ્રધાનના સમગ્ર રૂટ અને સભા સ્થળ સુધી પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. લોકોમાં શૌર્ય યાત્રાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન ખુલ્લી જીપમાં હાથમાં ડમરૂ લઈને યાત્રામાં પહોંચ્યા છે.

વડાપ્રધાન ખુલ્લી જીપમા હાથમાં ડમરૂ લઈને સોમનાથના માર્ગો પર યોજાઈ રહેલી શૌર્ય યાત્રામાં જોડાયા છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ જોડાયા છે. આ શૌર્ય યાત્રામાં ગુજરાત માઉન્ટેડ યુનિટના 108 ઘોડા ભાગ લઈ રહ્યાં છે. સાધુ સંતો પણ યાત્રામાં જોડાયા છે. સોમનાથના માર્ગો પર હજારો લોકો દ્વારા વડાપ્રધાન મોદીનું અભિવાદન ઝીલવામાં આવ્યું છે.પોલીસકર્મીઓ પણ ટ્રેડિશ્નલ ડ્રેસમાં આ યાત્રામા જોડાયા છે. સંસ્કૃતિની ઝાંખી સાથે આ યાત્રાનો પ્રારંભ થયો છે. PM મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું છે. વડાપ્રધાન મોદી આ યાત્રા બાદ સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!