વડાપ્રધાન મોદીએ રીવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો, બંને નેતાઓએ પતંગ ચગાવ્યો
Views: 168
0 0

Read Time:2 Minute, 45 Second

મોદી-ફ્રેડરિક મર્ઝ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચ્યા, CMએ સ્વાગત કર્યું
જર્મન ચાન્સેલર-PM મોદીની સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ
જર્મન ચાન્સેલરને શહેરની વિરાસતને સમજાવી
50 દેશોના 135 પતંગબાજો મહોત્સવમાં જોડાયા
બંને નેતા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની હેરિટેજ પોળ નિહાળી

https://youtu.be/nFYrYccEGyk

વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતાં. જ્યાં વડાપ્રધાન મોદીએ પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. બંને નેતાઓનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અગાઉથી જ હાજર રહ્યા હતાં. વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને પતંગ વિશે માહિતી આપી હતી.

વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરને શહેરની વિરાસતને સમજાવી હતી. પોળમાં કેવા પ્રકારના મકાનો હોય અને લોકોની રહેણીકરણી કેવી હોય તે અંગે જર્મન ચાન્ચેલરને માહિતી આપી હતી. પતંગ કેવી રીતે બનાવવામાં આવે છે તેની પણ માહિતી આપી હતી. પતંગ અને ગુજરાતનો ઈતિહાસ જર્મન ચાન્સેલરને વડાપ્રધાન મોદીએ સમજાવ્યો હતો. લોકોએ પતંગ મહોત્સવના સ્થળ પર બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું.બંને મહાનુભાવોએ ખુલ્લી જીપમાં ઉભા રહીને પતંગ ચગાવ્યો હતો. ત્યારબાદ બંને નેતાઓએ સાબરમતી રિવરફ્રન્ટ નિહાળ્યો હતો.

અમદાવાદમાં આયોજિત પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગ રસિયાઓ આવી પહોંચ્યા છે. અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયું છે.

આ પતંગ મહોત્સવમાં 936 ભારતીય પતંગ બાજો પણ જોડાયા છે. આ મહોત્સવમાં પાંચ લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતાઓ છે. આ મહોત્સવમાં વિશાળ ચબૂતરા અને સાંસ્કૃતિક સંગીતની ઝાંખી કરવામાં આવી છે. આ વખતે હેરિટેજ પોળની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!