ભાવનગરની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે વીડિયો બનાવી આપઘાતનો પ્રયાસ કર્યો
Views: 106
0 0

Read Time:1 Minute, 59 Second

ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલે બોટાદમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે, ખાનગી ગેસ્ટ હાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

નયના બારૈયાએ બોટાદમાં આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે અને ખાનગી ગેસ્ટહાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે, આપઘાત પહેલા નયનાએ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો જેમાં તે કહી રહ્યાં છે, કે ડીવાયએસપી રીમા ઝાલાના ત્રાસના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો છે.

ગંભીર હાલતમાં નયના બારૈયાને હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ભાવનગરના DYSP રીમા ઝાલા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ વીડિયોમાં કર્યો છે, ખોટા કેસ કરતા હોવાના નયના બારૈયાનો વીડિયોમાં આક્ષેપ છે અને DYSP રીમા ઝાલ પર ગુનો દાખલ કરવા નયનાના ભાઇની માગ છે.

https://www.instagram.com/reel/DUnGre3k6K5/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધાયો હતો અને પોલીસ આ કેસમાં આરોપીને શોધી રહી હતી પરંતુ મળ્યો ન હતો આરોપી, ત્યારે આખરે પોલીસને બાતમી મળી હતી કે, નયના બારૈયા કે જે પોલીસ કોન્સ્ટેબલ છે અને હાલમાં તેઓ સસ્પેન્ડ છે અને તેના ઘરે આરોપીને આશરો આપ્યો હોવાની વાત સામે આવી છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નયના બારૈયા ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથક અને AHTU પોલીસમાં ફરજ બજાવતી હતી.

https://www.facebook.com/share/r/1AqPSfvS3m

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!