અમદાવાદ: ફતેવાડી વિસ્તારમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વો તેમજ ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ જાહેરમાં છરી જેવા હથિયારો બાદ હવે ફાયરિંગની ઘટના બની
Views: 175
0 0

Read Time:2 Minute, 40 Second

અમદાવાદમાં અસામાજિક તત્વો બેકાબૂ છે. ફતેવાડી વિસ્તારમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વો તેમજ ગુનેગારો બેફામ બની ગયા હોય તેમ જાહેરમાં છરી જેવા હથિયારો બાદ હવે ફાયરિંગની ઘટના બની છે.

ગઇકાલે(12 ફેબ્રઆરી) મોડી રાત્રે ચાની કીટલી પર નહીં બેસવા બાબતે ઝઘડો થયો હતો જેની અદાવતમાં ત્રણ શખ્સોએ આવીને ચાની કીટલીવાળાને પગમાં ગોળી ધરબી દીધી અને કીટલી પર ફાયરિંગ કરી ભયનો માહોલ ફેલાવી ફરાર થઈ ગયા હતા.

તો અન્ય એક બનાવમાં ફતેવાડીમાં જ ગઇકાલે સવારે ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવતા શખસને છરી બતાવી ચાંદી-મોબાઇલની લૂટ ચલાવી હતી. સમગ્ર મામલે જાણ થતાં સુપરવાઇઝર સ્થળ પર પહોંચ્યા તો તેમને પણ આરોપીઓએ છરીના ઘા માર્યા હતા.

https://www.facebook.com/share/r/1FsvBkJfMj

ફતેવાડી વિસ્તારમાં મુદ્દસર અહેમદખાન પઠાણ તેના પરિવાર સાથે રહે છે. તેઓની તેમના વિસ્તારમાં ચાની કીટલી આવેલી છે. મોડી રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ તેમની ચાની કીટલી પર અરબાઝ તથા તેના બે મિત્રો જેના નામ-સરનામાની ખબર નથી. ચાની કીટલી પાસે આવીને અગાઉ ચાની કીટલી ઉપર નહી બેસવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બેફામ ગાળો બોલી ફૈઝાન કયા છે. આજે તેને જાનથી મારી નાખવાનો છે તેમ કહી અરબાઝે મુદ્દસર પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને જમણા પગમાં ગોળી વાગી હતી જ્યારે તેના બે મિત્રોના હાથમાં છરીઓ હતી.

https://www.instagram.com/reel/DUsDpvAk0XD/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં મુદ્દસરના પગમાં ગોળી વાગી હતી જ્યારે એક ગોળી ચાની કીટલી પર ચલાવી હતી. અરબાઝના બે મિત્રો પાસે છરી પણ હતી. બાદમાં આજુબાજુના માણસો ભેગા થઈ જતા અરબાઝ તથા તેના બે મિત્રો ભાગી ગયા હતા. પગમાં ઈજા થતાં મુદ્દસરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસને જાણ થતા વેજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!