ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ
Views: 148
1 0

Read Time:4 Minute, 31 Second

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગાંધીનગરમાં સંપન્ન
કાઉન્સિલના વાઈસ ચેરમેન – નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને પ્રેરણાથી થઈ રહેલા સાબરમતી આશ્રમના અદ્યતનીકરણ અને નવીનીકરણની કામગીરીની પ્રગતિની સમીક્ષા હાથ ધરાઈ
સમગ્ર પરિસરમાં અત્યારસુધીમાં 98 હજાર જેટલા નાના મોટા ઝાડ-પ્લાન્ટેશનની કામગીરી થઇ ગઇ-માર્ચ-26 સુધીમાં વધુ 16 હજાર પ્લાન્ટેશનનું આયોજન
મુલાકાતીઓ આશ્રમની મુલાકાત સાથે યોગ્ય સેવા પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ શકે તેના વિવિધ પાસાંઓની વિશદ ચર્ચા-વિમર્શ
28 મકાનોની રિસ્ટોરેશન કામગીરીમાંથી 22નું રિસ્ટોરેશન પૂર્ણ, માર્ચ-26 સુધીમાં રિસ્ટોરેશન કામગીરી પૂરી થઈ જશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાઉન્સિલના વાઈસ ચેરમેન શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝન અને પ્રેરણાથી સાબરમતી આશ્રમનું અદ્યતનીકરણ અને નવીનીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ સંદર્ભમાં સાબરમતી આશ્રમના હાથ ધરાઇ રહેલા વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠકમાં કરવામાં આવી હતી.
એક્ઝિક્યુટીવ કાઉન્સિલના ચેરમેન શ્રી આઈ.પી ગૌતમે વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આ કામગીરીની સર્વગ્રાહી પ્રગતિનો ચિતાર આપ્યો હતો.

આ પ્રોજેક્ટ અંતર્ગત 28 જેટલા મકાનોના રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમાંથી 22નું કામ પૂર્ણ થઈ ગયું છે અને સમગ્ર રિસ્ટોરેશન કામગીરી માર્ચ-26 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે તેમ તેમણે જણાવ્યું હતું.

સાબરમતી આશ્રમના આ નવીનીકરણમાં ગ્રીન ગ્રોથને અગ્રતા આપવાના વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશો અનુસાર અત્યારસુધીમાં 98 હજાર જેટલા નાના-મોટા ઝાડ-છોડનું પ્લાન્ટેશન થઈ ગયું છે અને માર્ચ-26 સુધીમાં વધુ 16 હજાર પ્લાન્ટેશનની કાર્યવાહી થઈ રહી છે તેમ પણ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.

શ્રમદાનના પૂજ્ય બાપુના વિચારને આશ્રમની પ્રવૃતિઓ સાથે જોડીને આશ્રમની મુલાકાતે આવનારા મુલાકાતીઓ ખાસ કરીને યુવાઓ વિવિધ સેવા પ્રવૃત્તિઓમાં કઈ રીતે સહભાગી થઈ શકે તે દિશામાં પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા – પરામર્શ થયા હતા. એટલું જ નહીં, ગવર્નિગ કાઉન્સિલની અગાઉની બેઠકના એજન્ડાને બહાલી આપવામાં આવી હતી.

મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો સાંસદ શ્રી નરહરીભાઈ અમીન, શ્રી કાર્તિકેય સારાભાઈ, શ્રી જયેશભાઇ પટેલ તેમજ મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ શ્રી રાહુલ ગુપ્તા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડો. વિક્રાંત પાંડે, પ્રવાસન સચિવ શ્રી કુલદીપ આર્ય અને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરીયલ ટ્રસ્ટના ઓ.એસ.ડી. શ્રી આઈ. કે. પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!