રિવરફ્રન્ટ હાઉસ ખાતે શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા દ્વારા ‘મોબિલિટી એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન
Views: 133
0 0

Read Time:4 Minute, 18 Second

અમદાવાદને 2036ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવા ભવ્ય વિઝનની રૂપરેખા રજૂ કરાઈ

3000થી વધુ ઈલેક્ટ્રિક બસો, મેટ્રો કનેક્ટિવિટી અને RRTS દ્વારા શહેરની કાયાપલટ કરવાનું આયોજન

નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંક સાથે ઈ-વ્હીકલ ટેક્સમાં 100% મુક્તિ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિફ્ટ ટ્રાન્સપોર્ટના સંયુક્ત ઉપક્રમે ‘અમદાવાદ નેક્સ્ટ’ અને ‘મોબિલિટી એક્ઝિબિશન’ કાર્યક્રમ શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં રીવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયો હતો. તા. 23 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલનાર આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદને 2036ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવાના ભવ્ય વિઝનની રૂપરેખા રજૂ કરી હતી.

કાર્યક્રમના મુખ્ય અતિથિ શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાએ અમદાવાદની ‘લાલ બસ’ AMTS થી શરૂ કરીને BRTS અને મેટ્રો સુધીની ઐતિહાસિક સફરને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, આગામી 25 થી 50 વર્ષના આયોજન સાથે સેકન્ડ રીંગ રોડ, લોજિસ્ટિક પાર્ક અને સાબરમતી રિવરફ્રન્ટનું વિસ્તરણ અમદાવાદને વિશ્વસ્તરીય ‘લિવબલ સિટી’ બનાવશે. તેમણે રીંગ રોડ પર ટ્રાફિક ઘટાડવા કનેક્ટર વાહનોના ઉપયોગ અને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગ સુવિધા વધારવા પર ભાર મૂક્યો હતો. મંત્રીશ્રીએ આયોજિત ‘મોબિલિટી એક્ઝિબિશન’નું નિરીક્ષણ કર્યું હતું.

અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈને આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધીના ‘નેટ ઝીરો’ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા AMC કટિબદ્ધ છે. આ માટે શહેરમાં 3000થી વધુ ઈ-બસો દોડાવવાનું આયોજન છે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા વાહન વેરામાં 100% મુક્તિ અપાઈ છે. સાથોસાથ MyByk જેવી સેવાઓ દ્વારા પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો.

શહેરી વિકાસના વિભાગના અગ્રસચિવ શ્રી એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, 2030ની કોમનવેલ્થ અને 2036ની ઓલિમ્પિક્સ માટે બીડિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ એર ક્વોલિટી (AQI) સુધારવા માટે એરપોર્ટ અને ગિફ્ટ સિટીને જોડતી 04 નવી મેટ્રો લાઇનનો પ્રસ્તાવ છે. ગુજરાત સરકાર દ્વારા પરિવહન માટે વાયબીલીટી ગેપ ફન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ ‘લાસ્ટ માઈલ કનેક્ટિવિટી’ અને સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, કલોલ અને સાણંદ જેવા સેટેલાઇટ ટાઉન્સને ‘રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ (RRTS) થી જોડવામાં આવશે, જેનાથી મુસાફરીનો સમય માત્ર 30-45 મિનિટ થઈ જશે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમિત શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, AMTS ચેરમેન શ્રી ધરમશીભાઈ દેસાઈ, અધિક પોલીસ કમિશનર શ્રી નીરજ બડગુજર, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!