AMC સ્કૂલના મધ્યાહન ભોજનમાંથી સુખડી-રોટલીના નમૂના લેવાયા
Views: 135
0 0

Read Time:2 Minute, 57 Second

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થની ચીજવસ્તુના નમૂના લેવામાં આવ્યા હતા. કુલ 42 જેટલા નમુના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

બોપલ લક્ષ્મી ગાંઠિયા રથ સહિત વિવિધ હોટલ-રેસ્ટોરન્ટ-દુકાનમાંથી 42 ખાદ્ય ચીજવસ્તુના નમૂના લેવાયા
15 દિવસમાં રિપોર્ટ આવશે
બોપલ લક્ષ્મી ગાંઠિયા રથમાંથી ખમણ, ફાફડા, ગાંઠિયાના સેમ્પલ લેવાયા
સેટેલાઈટમાં માં કી રસોઈ, બોપલમાં ધ બેસ્ટ ઓફ એગ્સ પાસેથી વહીવટી ચાર્જ વસૂલાયો

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની બે સ્કૂલોમાંથી મધ્યાહન ભોજનમાં આપવામાં આવતી સુખડી અને રોટલીના નમૂના પણ લેવામાં આવ્યા છે. લાંભામાં સ્ત્રી શક્તિ સંસ્થાના સેન્ટ્રલ કિચનમાંથી રોટલી, શાક, ચણા વગેરેના નમૂના લેવાયા છે.

AMC કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા આજે(20 ફેબ્રુઆરી) શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ- રેસ્ટોરન્ટ તેમજ મધ્યાહન ભોજન સહિત દુકાનમાંથી ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુના નમૂના લેવામાં આવ્યા હતા. બોપલ લક્ષ્મી ગાંઠિયા રથમાંથી ખમણ, ફાફડા, ગાંઠિયા, પાલડી કૃષ્ણ વિજય હોટલમાંથી જલેબી અને મેથીના ભજીયા, સરખેજની હોટલ સાગરમાંથી ગ્રેવી અને મરચું પાવડર, આંબાવાડીમાં શેઠમલ જેઠાજીમાંથી સેવ અને પાસ્તા, રાયખડ વિસ્તારમાં રજાલા હોસ્પિટલ પાસે આવેલી ભારત પકોડીમાંથી પાણીપુરીનો માવો અને પાણી વગેરે એમ કુલ 42 સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા હતા.

વેજલપુર જય ભવાની ભોજનાલય, રાયખડ ભારત પકોડી હાઉસ, સેટેલાઈટ વિસ્તારમાં આવેલી માં કી રસોઈ, બોપલ રોડ પર આવેલા ધ બેસ્ટ ઓફ એગ્સ વગેરે પાસેથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ, બેકરી પ્રોડક્ટસ અને ખાદ્ય પદાર્થ ચીજ વસ્તુઓની દુકાન તેમજ હોટલ રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!