વડોદરામાં નશામાં ધૂત SRP જવાન કારચાલકે રિક્ષા-કાર,સ્કૂટરને અડફેટે લીધા; લોકોએ ગાડીના કાચ તોડીને બહાર ખેંચીને મેથીપાક ચખાડ્યો
Views: 77
0 0

Read Time:5 Minute, 41 Second

વડોદરામાં પોલીસકર્મીએ નશામાં અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, ONGC નજીક હજીરા પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત અને કારમાંથી પોલીસ લખેલી પ્લેટ મળી આવી છે.

વડોદરા શહેરના પ્રતાપનગર – બરોડા ડેરી રોડ પર ONGC પાસે એક ભયાનક રસ્તા અકસ્માતની ઘટના સામે આવી છે. નશામાં ધૂત એક કારચાલકે રીક્ષા, કાર તેમજ સ્કૂટરને અડફેટે લઈ લીધા હતા, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આરોપી કારમાંથી દેશી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા. જે જોતા જ લોકોએ ગાડીના કાચ તોડીને બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો.

આ અકસ્માતમાં આરોપી એસઆરપી (સ્ટેટ રિઝર્વ પોલીસ)નો જવાન રાજેશ ધનજીભાઈ પાંડવ છે, જે ગાંધીનગર ખાતેના ગ્રુપ-12માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અકસ્માત દરમિયાન તેની કાર પર પોલીસ લખેલું બોર્ડ હતું. ઘટનાસ્થળે એક કાર રોડની બાજુમાં પાર્ક કરેલી હતી, જેને પણ આ અકસ્માતમાં નુકસાન થયું છે.

https://www.instagram.com/reel/DVLDCXckzbg/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

અકસ્માત બાદ આરોપી કારમાંથી બહાર નીકળતો નહોતો, જેથી સ્થાનિક લોકોએ કારના કાચ તોડીને તેને બહાર કાઢ્યો અને તેને મેથીપાક ચખાડ્યો હતો. મકરપુરા પોલીસે આરોપી SRP જવાનની તાત્કાલિક ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે.

આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકોમાં પોલીસ જવાન દ્વારા નશામાં વાહન ચલાવવા અંગે તીવ્ર નારાજગી વ્યક્ત થઈ રહી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી વિરુદ્ધ યોગ્ય કાનૂની પગલાં લેવાની ખાતરી આપી છે.

સામાજિક કાર્યકર એ જણાવ્યું હતું કે, આ ઘટના મકરપુરા રોડ પર દંતેશ્વર જતી વખતે ONGC ગેટની બિલકુલ સામે અને હજીરા પાસે બની છે. લગભગ એક કલાક પહેલા આ અકસ્માત થયો હતો. તમે જે આ સફેદ ગાડી જોઈ રહ્યા છો, તે એક પોલીસવાળાની ગાડી છે. કહેવાય છે ને કે ‘રક્ષક જ જ્યારે ભક્ષક બને’ ત્યારે આવું થાય.

તેને વધુમાં કહ્યું કે, મેં જ્યારે અંદર ચેક કર્યું ત્યારે ગાડીમાં દેશી દારૂની બોટલ અને ગ્લાસ પણ હતા. મેં જાતે તે સૂંઘીને ખાતરી કરી છે. ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો થાય છે, પણ આ દારૂબંધી છે ક્યાં? ગાંધીનગરમાં બેઠેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે પોલીસ પહેલા મને કોલ આવે છે અને બધું બદલાઈ જાય છે. જો કોઈ સામાન્ય માણસ દારૂ પીવે તો પોલીસ તેને તરત જ પકડી લે છે, પણ આ તો પોલીસ પોતે જ નશામાં ગાડી ચલાવે છે! તેઓ હપ્તા લે છે એટલે જ્યાં દારૂ વેચાય છે ત્યાં કંઈ જ થતું નથી.

ભરતભાઈ બાવાએ કહ્યું કે, હું હર્ષ સંઘવી અને વડોદરા પોલીસ કમિશનરને પૂછવા માંગુ છું કે આ પોલીસકર્મી સામે શું પગલાં લેવામાં આવશે? આજે આ અકસ્માતમાં જો કોઈનો પતિ કે પુત્ર ગુમાવ્યો હોત, તો તેની જવાબદારી કોની હોત? કાં તો દારૂબંધીનો કાયદો સંપૂર્ણ અમલી બનાવો અથવા તો પછી બધું ખુલ્લું મૂકી દો. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.

ઘટનાના સાક્ષી રિક્ષાચાલક એ જણાવ્યું હતું કે, સાહેબ, ઘટના એવી રીતે બની કે હું પ્રતાપનગરથી રિક્ષા ભરીને મકરપુરા તરફ જતો હતો. આ કાર એટલી ફૂલ સ્પીડમાં હતી કે એનું કંઈ કહેવાય એમ નથી! મેં તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને રસ્તામાં જે કોઈ પણ આવતું હતું તેને અડફેટે લેતી જતી હતી.

તેને વધુમાં કહ્યું કે, મેં મારી નજરે જોયું છે કે રસ્તે ચાલતા બે-ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, જેમને 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય બે-ચાર ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે. હું અહીંથી જતો હતો ત્યારે આ અકસ્માત મારી નજર સામે જ થયો હતો. કાર રસ્તાની બીજી બાજુ જતી હતી પણ ચાલકે કાબૂ ગુમાવતા તે આ બાજુ આવી ગઈ અને લોકોને અડફેટે લીધા. ગાડીમાં હજુ પણ દેશી દારૂની બોટલ/પોટલીઓ, દારૂ પીવાના ગ્લાસ અને ચવાણું-નાસ્તો બધું જ અંદર બેગમાં પડેલું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!