બોલિવિયામાં કરન્સીથી ભરેલું પ્લેન ક્રેશ, 15નાં મોત:30 ઘાયલ
Views: 118
0 0

Read Time:2 Minute, 31 Second

બોલિવિયાના અલ આલ્ટો શહેરમાં શનિવારે સવારે (ભારતીય સમય અનુસાર) વાયુસેનાનું હર્ક્યુલસ વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. વિમાન દેશની સેન્ટ્રલ બેંકની નવી નોટો લઈને જઈ રહ્યું હતું.

રોઇટર્સના અહેવાલ મુજબ, ખરાબ હવામાન વચ્ચે વિમાન લેન્ડિંગ પછી રનવે પરથી લપસીને નજીકના વ્યસ્ત રસ્તા પર પડ્યું. જે રસ્તા પર એે પડ્યું ત્યાં ઊભેલી 10થી 15 ગાડી પણ એની ઝપેટમાં આવી ગઈ અને એને નુકસાન થયું

એરક્રાફ્ટનો કાટમાળ, તૂટેલી કારો અને મૃતદેહો રસ્તા પર વિખરાયેલા જોવા મળ્યાં. રસ્તા પર બેંકની નોટો પણ વિખરાયેલી જોવા મળી, જેને લૂંટવા માટે લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા. દુર્ઘટના પછી એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. સ્થિતિને નિયંત્રિત કરવા માટે સ્થાનિક અધિકારીઓને પાણીનો છંટકાવ અને ટિયરગેસનો ઉપયોગ કરવો પડ્યો, જોકે આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

અકસ્માત બાદ એલ આલ્ટો ઇન્ટરનેશનલ એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું. રાષ્ટ્રીય એરલાઇને નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત પ્લેન તેના કાફલાનો ભાગ નહોતું, એ વાયુસેનાનું વિમાન હતું. સ્થાનિક મીડિયામાં પ્રસારિત ફૂટેજમાં વિમાન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળ્યું. અકસ્માત બાદ પ્લેન બે ટુકડામાં વહેંચાઈ ગયું.

બોલિવિયાની સેન્ટ્રલ બેંક આજે આ ઘટના પર પ્રેસ બ્રીફિંગ કરવાની છે. અકસ્માતનાં કારણોની સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘાયલોની સારવાર સ્થાનિક હોસ્પિટલોમાં ચાલુ છે. પ્રશાસને મૃતકોની ઓળખ અને નુકસાનનું આકલન શરૂ કરી દીધું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!