કચ્છ: LED, સોલાર સિસ્ટમ, પૌષ્ટિક ભોજન સાથે ભણતર!
Views: 135
1 0

Read Time:2 Minute, 38 Second

કચ્છના રણમાં અગરિયા મીઠાના કામદારોના બાળકોને શિક્ષણ આપતી મોબાઇલ શાળાઓ

કચ્છના રણની કાળઝાળ ગરમી અને સફેદ ક્ષિતિજો વચ્ચે હવે અગરિયાનાં બાળકોના ભવિષ્યની નવી લિપિ કંડારાઈ રહી છે. ગુજરાત સરકારની ‘મોબાઈલ રણશાળા’એ સીઝનલ સ્થળાંતરને કારણે ખોરવાતા શિક્ષણને નવજીવન આપ્યું છે. સોલર પેનલ, એલસીડી સ્ક્રીન અને પૌષ્ટિક આહાર જેવી સુવિધાઓથી સજ્જ આ બસ-રૂપી શાળાઓ છેક અગરો સુધી પહોંચી છે. જે બાળકો ક્યારેય શાળાનું મુખ જોઈ શકતા નહોતા, તેઓ હવે રણની મધ્યમાં બેસીને ડિજિટલ શિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણની આ અનોખી સરવાણીએ અંતરિયાળ વિસ્તારોમાં જ્ઞાનનો ઉજાસ પાથર્યો છે. ચાલો જાણીએ, પરિવર્તનની આ ગાથા…

કચ્છના નાના રણમાં મીઠું પકવતા પરિવારોના બાળકો માટે સ્થળાંતર હવે શિક્ષણમાં અવરોધ નથી. ગુજરાત સરકારની ‘મોબાઈલ સ્કૂલ’ પહેલ હેઠળ આ શાળાઓ અગરિયા પરિવારોની સાથે જ રણમાં ગતિમાન રહે છે. આ આધુનિક બસોમાં સોલર સિસ્ટમથી ચાલતા પંખા, લાઈટ અને એલસીડી સ્ક્રીન દ્વારા બાળકોને ટેકનોલોજી સાથે જોડવામાં આવ્યા છે.

આ રણશાળાઓમાં રમતગમતની સામગ્રી સાથે ‘ઇન્ટરેક્ટિવ લર્નિંગ’ પર ભાર મુકાયો છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે દરરોજ પૌષ્ટિક ભોજન, ચીકી અને ફ્લેવર્ડ દૂધની વિશેષ વ્યવસ્થા છે. જયેશ અને રિંકુ જેવા અનેક બાળકો, જેઓ અગાઉ અભ્યાસ અધવચ્ચે છોડી દેતા હતા, તેઓ હવે પોતાના રહેઠાણ પાસે જ નિયમિત શિક્ષણ અને સરકારી યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે.

મીઠાના અગરોથી શરૂ થયેલી આ શૈક્ષણિક સફર રણના બાળકોમાં નવો આત્મવિશ્વાસ જગાડી રહી છે. કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ છતાં શિક્ષણનું આ સાતત્ય આવનારી પેઢી માટે પ્રગતિના દ્વાર ખોલી રહ્યું છે. આ પહેલ માત્ર અક્ષરજ્ઞાન જ નહીં, પરંતુ રણના છેવાડાના માનવી સુધી વિકાસનાં કિરણો પહોંચાડી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!