અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગાયો પકડવા મુદ્દે ભરવાડ વાસમાં રહેતા શખસો દ્વારા CNCD વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યા છે, ત્યારે ઢોર માલિકો કાયદો હાથમાં લઈને મારામારી પર ઉતરી આવ્યા હતા.
જોકે, મારામારી કરવા આવ્યા હતા અને માર માર્યા બાદ ભાગતા હોવાની સમગ્ર ઘટના નજીકના એક ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ચાર શખસો વિરૂદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે.
રાજ્યમાં રખડતા ઢોરને કારણે અકસ્માતો અને લોકોના જીવને જોખમ હોવાથી રખડતા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક ઢોર માલિકો ઢોર પકડવાની કામગીરીને લઈ સરકારી કર્મચારીઓ પર હુમલા કરતા હોય છે.
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મધુવન ગ્લોરી ફ્લેટમાં રહેતા રજનીકાંત વાઘેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિબાગમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ઉત્તર ઝોનમાં નોકરી કરે છે. તેમની શિફ્ટમાં પોલીસ કર્મચારીઓને સાથે લઇને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે. રજનીકાંતભાઈ 10 માર્ચના રોજ બપોરે નોકરી પર ગયા હતા અને CNCD વિભાગના પોલીસકર્મીઓ સાથે ઢોર પાર્ટી લઈને સૈજપુર ટાવર SRP ગ્રાઉન્ડ થઈ કેનાલથી આલગ અલગ જગ્યા ઉપર ગાયો પકડવા પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
રજનીકાંતભાઈ ફરતા ફરતા સાંજે નરોડા વિસ્તારમાં મોટા ઠાકોરવાસ પાસે કુમારશાળા નજીક આવેલા ભરવાડવાસ નજીક પહોંચ્યા હતા. જ્યાં ત્રણ ગાયો ઉભી હતી. જેથી ઢોર પાર્ટીના માણસો દ્વારા ગાયોને કોર્ડન કરી તેને ટ્રેક્ટરમાં ચડાવતા હતા, ત્યારે ભરવાડવાસમાંથી કેટલાક શખસો આવ્યા હતા અને ગાયોને ભગાડીને જતા રહ્યા હતા. જેથી ગાય પકડી શક્યા નહોતા. ગાયો ભાગી જતા ત્યાંથી તેઓ ફરી ફરતા ફરતા ભરવાડ વાસ પાસે આવ્યા, ત્યારે ત્રણ ગયો મળી આવી હતી જેને પકડીને નીકળ્યા હતા.
આ ઉપરાંત જમણાં હાથ પર પણ માર માર્યો હતો. ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેના કારણે આસપાસના અને ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા. ચારેય લોકોએ ધમકી આપી હતી કે, હવે મ્યુનિસિપલના માણસો લઈ ભરવાડવાસમાં ગાયો પકડવા આવીશ તો જાનથી મારી નાખીશ. માર માર્યો હોવાને લઈને તેમણે ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે CNCD વિભાગના અધિકારીને પણ જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાદમાં તેઓ રાત્રે ચાર્જ સોંપીને નોકરી પૂરી કરી એક્ટિવા લઈને ઘરે પહોંચ્યા હતા. મધુવન ગ્લોરી ખાતે તેમના ફ્લેટમાં તેઓ પહોંચ્યા ત્યારે ભરવાડવાસમાં રહેતા મિહિર ભરવાડ, જયેશ ભરવાડ, પપ્પુ ભરવાડ અને અજાણ્યો શખસ ગેટ પાસે આવ્યા હતા અને મિહિર ભરવાડે તું અમારી ગયો પકડવા મ્યુનિસિપાલિટીના સાહેબોને લઈને અમારા ઘર પાસે આવે છે એમ કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી તેમણે બોલાચાલી કરવાની ના પાડતા તેમના બરડાના ભાગે માર મારવા લાગ્યા હતા.