રાજકોટની AIIMS હોસ્પિટલના MBBSના વિદ્યાર્થી અને ઇન્ટર્ન ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી
Views: 160
1 0

Read Time:2 Minute, 51 Second

મૂળ રાજસ્થાનના જેસલમેરનો અને હાલ રાજકોટની AIIMS હોસ્પિટનો MBBSનો વિદ્યાર્થી ડૉ. રતનકુમાર મોહનલાલ મેઘવાલ (ઉં.વર્ષ 25, નિવાસ સ્થાન- મેઘવાલ વાસ, જેસલમેર, રાજસ્થાન)આજે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ મેડિકલ હોસ્ટેલથી નિકળ્યો હતો અને તે બાદ 4:45 વાગ્યા આસપાસ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જેથી ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં પોતે મેન્ટલી ડિસ્ટર્બ હોવાને કારણે આપઘાત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ છે.

હાલ આ યુવાનના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. યુવાન મૂળ રાજસ્થાનનો હોવાથી તેમના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. જેથી તેઓ રાજસ્થાનથી નીકળી ગયા છે અને તેમના આવ્યા બાદ યુવાનનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે. જોકે ડોક્ટર બનવાનું સ્વપ્ન લઈને બેસેલા યુવાનના સુસાઇડથી પરિવારમાં કાળો કલ્પાંત ફેલાઈ ગયો છે.

મેડિકલના વિદ્યાર્થીએ ગત 28 જાન્યુઆરીના પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે પણ તે વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળ્યો હતો અને ત્યારબાદ પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે પહોંચી ગયો હતો. મેડિકલનો વિદ્યાર્થી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરે તે પૂર્વે જ ગ્રામજનો દ્વારા આ યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. AIIMS હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, આ યુવાન મેન્ટલી ડિસ્ટર્બ હતો અને તે વખતે તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ. જે બાદ તેના માતા પિતાને ત્યાં મોકલી દેવાયો હતો. જે પછી આ યુવાન AIIMS હોસ્પિટલના કેમ્પસમાં રહેતો ન હતો. જોકે પોલીસનું કહેવું છે કે, તે મેડિકલ હોસ્ટેલમાં જ રહેતો હતો અને વોર્ડને જ આ વિદ્યાર્થી છાત્રના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. હાલ યુવાન પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. જેના આધારે મેડિકલના વિદ્યાર્થીએ કયા કારણોથી આપઘાત કર્યો તે અંગે તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!