Gandhinagar: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પાલિકા અને પંચાયતોની ચૂંટણી માટેની તૈયારી તેજ કરવામાં આવી
Views: 134
0 0

Read Time:3 Minute, 9 Second

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ
રાજ્યની 394 પાલિકા-પંચાયતો માટે 26 માર્ચે કાર્યક્રમ જાહેર થવાની શક્યતા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આગામી ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વધવા લાગી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પાલિકા અને પંચાયતોની ચૂંટણી માટેની તૈયારી તેજ કરવામાં આવી છે અને વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ 26 માર્ચ આસપાસ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં કુલ 394 સંસ્થાઓમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે.

વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ
આ ચૂંટણી 27 ટકા OBC અનામત લાગુ થયા બાદ પ્રથમ વખત યોજાનાર હોવાથી રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પાર પડે તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. સાથે સાથે મતદાર યાદી સુધારણા, વોર્ડ ગોઠવણી અને તંત્રકીય તૈયારીઓ પણ ઝડપી કરવામાં આવી છે.

ઉમેદવારોની પસંગી પ્રક્રિયામાં યુવા નેતાઓને તક આપવા પર ભાર
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠન સ્તરે બેઠકોનો દોર શરૂ કર્યો છે. સ્થાનિક સ્તરે વિકાસ કાર્યો અને સરકારની યોજનાઓને મુખ્ય મુદ્દા બનાવી પ્રચાર કરવાની વ્યૂહરચના ઘડાઈ રહી છે. કોંગ્રેસે પણ ઉમેદવારો પસંદ કરવા માટે પ્રક્રિયા શરૂ કરી છે. જિલ્લા અને શહેર સ્તરે દાવેદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે અને યુવા નેતાઓને તક આપવા પર પણ ભાર મૂકાઈ રહ્યો છે.

કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ તેજ
આમ આદમી પાર્ટી પણ શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠન મજબૂત કરવાની કોશિશ કરી રહી છે. કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે, જ્યારે ગઠબંધન ન બને તો તમામ બેઠકો પર સ્વતંત્ર રીતે ઉમેદવારો ઊભા કરવાની તૈયારી પણ પાર્ટી દર્શાવી રહી છે. સ્થાનિક ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષોની બેઠકો, ઉમેદવાર પસંદગી અને પ્રચાર વ્યૂહરચનાઓને કારણે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધુ વધે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!