અમદાવાદમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIનું અસભ્ય વર્તન!
Views: 229
0 0

Read Time:3 Minute, 54 Second

શહેરના નિકોલ વિસ્તારમાં રહેતો આશિષ કોસ્ટી નામનો યુવક તેના મિત્રો સાથે બોપલ સ્ટેશન ફરિયાદ કરવા ગયો હતો.પોલીસ સ્ટેશનમાંથી આશિષ અને અન્ય યુવકોને બહાર ઊભા રહેવાનું કહેતા આશિષ અન્ય મિત્રો સાથે પોલીસ સ્ટેશનની બહાર ઉભો હતો.આશિષના પગમાં સર્જરી કરાવી હોવાથી આશિષ એકલો પોતાની ગાડીના બોનેટ પર બેઠો હતો.

આશિષની નજીક જ કેટલાક પોલીસકર્મીઓ ઊભા હતા.આશિષ મિત્રો સાથે વાત કરતો હતો ત્યારે એક સાદા કપડામાં પોલીસકર્મીએ આશિષને તુકારો કરીને નીચે ઉતરવા કહ્યું હતું. જેથી આશિષ નીચે ઉતરી ગયો હતો અને શાંતિથી વાત કરવા જણાવ્યું હતું ત્યારે ત્યાં હાજર PSI પણ જોતા હતા. PSIએ દૂરથી જ આશિષને લુખ્ખા કહ્યું હતું.

https://www.instagram.com/reel/DWIxEuEk5jm/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

PSI જયેશ કાલોતરાએ આશિષની નજીક આવીને પણ લુખ્ખા બોલી આ મારું પોલીસ સ્ટેશન કહીને નીકળ અહીંયાથી, નામ લખીને અંદર પૂરવાની ધમકી આપી હતી.આશિષે પગમાં તકલીફ હોવાનું કહ્યું છતાં PSIએ આશિષને કહ્યું કે ફરીથી ગાડી પર બેસીશ તો લુખ્ખા કહીશ.

તો આ બાબતે ફરિયાદી યુવક આશિષ કોસ્ટીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે અમે અમારા મિત્રની ફરિયાદ લખાવવા બોપલ પોલીસ સ્ટેશન ગયા હતા. ફરિયાદ લખી લીધા પછી રાઈટર સાહેબે કહ્યું કે તમે થોડીવાર એવું હોય તો બહાર રાહ જુઓ. તો અમે બહાર જઈ રહ્યા હતા, ત્યારે જોયું કે PSI જયેશભાઈ તેમના 8-10 સાથીઓ સાથે મીટિંગ કરી રહ્યા હતા. તેમની આજુબાજુમાં બેસવાની જગ્યા હતી, પરંતુ તેમની મીટિંગ ચાલતી હોવાથી તેમને ખલેલ ન પહોંચે તે માટે અમે થોડે દૂર અમારી કાર પાસે જઈને ઉભા રહ્યા.

આશિષ કોસ્ટીએ જણાવ્યું કે મારા પગમાં થોડા સમય અગાઉ જ સર્જરી કરાવી છે જેના કારણે હું લાંબા સમય સુધી ઉભો રહી શકતો નથી. મારા મિત્રો ઊભા હતા અને હું ગાડી પર બેઠો હતો ત્યારે મારી સાથે PSIએ ગેરવર્તણૂક કરીને લુખ્ખા જેવા શબ્દો કહ્યા છે. મને શાંતિથી પણ નીચે ઉતરવા કહ્યું હોત તો ઉતરી જાત.

મેં તેમને વિનમ્રતાથી જવાબ આપ્યો, પણ તેમણે વધુ ખરાબ રીતે વાત કરી. એટલે હું તરત જ નીચે ઉતરી ગયો. મેં તેમને માત્ર એટલું જ કહ્યું કે જો તમે આજ વાત મને માનપૂર્વક કહી હોત તો શું વાંધો હતો? આ સાંભળીને પીએસઆઈ સાહેબ ઉશ્કેરાઈ ગયા અને દૂરથી જ બૂમ પાડીને કહ્યું,

મને સમજાયું કે તેઓ જે રીતે અપશબ્દો બોલતા અમારી નજીક આવી રહ્યા હતા, કદાચ તેઓ મારપીટ પણ કરી શકે તેમ હતા. તેથી મેં મારા મોબાઈલનો કેમેરો ચાલુ કર્યો. કેમેરો ચાલુ કર્યા પછી પણ તેઓ મને કહેતા હતા.

આશિષે આ અંગે અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટને ફરિયાદ કરી છે. ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં યુવક ગાડી પર બેઠો હતો જે ખોટું છે.આ રીતે ન બેસવું જોઈએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!