Junagadh: ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયોનો મેસજ આવતા મધરાતે ધમાલ, ​શિસ્તબદ્ધ પક્ષની મર્યાદાના લીરેલીરા ઉડ્યા
Views: 111
0 0

Read Time:2 Minute, 26 Second

જૂનાગઢ શહેરના રાજકીય ગલિયારાઓમાં આજે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટનાએ ભારે જોર પકડ્યું છે. આ ગ્રુપમાં અનેક પ્રતિષ્ઠિત મહિલા કાર્યકરો, કોર્પોરેટરો અને પક્ષના પદાધિકારીઓ જોડાયેલા હોવા છતાં મધરાતે 1:57 વાગ્યે આ પ્રકારનો મેસેજ આવતા સમગ્ર પક્ષમાં સોપો પડી ગયો છે. હાલ આ ઘટનાના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયુવેગે વાઇરલ થઈ રહ્યા છે, જેના કારણે ભાજપના સ્થાનિક નેતૃત્વ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

જૂનાગઢ સિટી વોર્ડ નંબર 6ના આ ગ્રુપમાં મોડી રાત્રે અચાનક એક બિભત્સ લિંક શેર કરવામાં આવી હતી. આ મેસેજ આવતાની સાથે જ ગ્રુપમાં હાજર અન્ય જાગૃત સભ્યો ચોંકી ઉઠ્યા હતા. આ ગ્રુપમાં એક કરતા વધુ એડમિન છે અને જવાબદાર હોદ્દેદારો પણ છે, તેમ છતાં મધરાતના સમયે આવા મેસેજ આવતા મહિલા સભ્યોની સુરક્ષા અને ગરિમા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અનેક મહિલા સભ્યોએ આ બાબતે ખાનગીમાં ભારે રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે હાલ આ મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

આ સમગ્ર મામલે જ્યારે વોર્ડ નંબર 6ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હું સોશિયલ મીડિયાનો બહુ ઓછો ઉપયોગ કરું છું, જેથી મને ખબર નથી કે આ સમગ્ર મામલો શું છે. હજુ સુધી આ બાબત મારા ધ્યાને આવી નથી. જોકે, જેણે પણ આવો અભદ્ર મેસેજ વાઇરલ કર્યો હશે તેને હું તાત્કાલિક ગ્રુપમાંથી મેસેજ ડિલીટ કરવા માટે સૂચના આપી દઉં છું. કોર્પોરેટરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પક્ષના જવાબદાર વ્યક્તિઓ આ વિવાદથી બચવા માટે ટેકનોલોજીની અજ્ઞાનતાનો સહારો લઈ રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!