Ahmedabad: આજથી પશ્ચિમ અને મધ્ય ઝોનમાં ટ્રાફિક ડ્રાઇવ કરાશે, ગેરકાયદે પાર્કિંગ, લારી ગલ્લાના દબાણો હટાવાશે
Views: 218
1 0

Read Time:3 Minute, 21 Second

આજથી પશ્ચિમ અને મધ્ય ઝોનના મુખ્ય માર્ગો પર જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ’ દ્વારા આક્રમક ડ્રાઈવ હાથ ધરાશે. અગાઉ રચાયેલી JET ટીમ અપેક્ષિત પરિણામો આપવામાં નિષ્ફળ રહેતા તેને બંધ કરી દેવામાં આવી હતી. જોકે, આ વખતે તંત્ર વધુ તૈયારીઓ સાથે ટીમને ફરી મેદાનમાં ઉતારી રહ્યું છે. ટીમમાં એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટ્રાફિક પોલીસના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કામગીરી દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે અને વિવાદ ટળે તે માટે અધિકારીઓને બોડી-વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ૨૦૧૯માં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે શહેરના ૪૮ વોર્ડમાં ઇ-રિક્ષા દ્વારા કાયદા-કાનૂનનું પાલન કરાવવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. દિવસભર ઈ-રિક્ષાઓ ફરતી રાખી દંડની કાર્યવાહી કરવામાં આવતી હતી. શરૂઆતમાં લોકોમાં જાગૃતિ આવી હતી. પરંતુ સમય જતાં આ અભિયાન ધીમું પડી ગયું હતું. અગાઉ JET ટીમની શરૂઆતમાં કડક કામગીરી બાદ ધીમે-ધીમે ઉત્સાહ ઘટયો હતો અને અંતે ટીમ બંધ થઈ ગઈ હતી. આ વખતે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના સીધા સંકલન હેઠળ કામગીરી હાથ ધરાઈ રહી છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ નિયત પાર્કિંગ સ્થળોનો જ ઉપયોગ કરે, નહીં તો કડક દંડ અને વાહન ટોઇંગની કાર્યવાહી થશે. હવે આ અભિયાન કેટલો સમય અસરકારક રહેશે તે જોવાનું રહ્યું છે.

હાલના અભિયાન હેઠળ રોડ પર ગેરકાયદે પાર્કિંગ, લારી-ગલ્લાના દબાણો અને નડતરરૂપ પોસ્ટર-બેનરો દૂર કરવામાં આવશે. આ ડ્રાઈવ દરરોજ સવાર અને સાંજ એમ બે શિફટમાં ચાલશે. પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય ઝોનના મુખ્ય માર્ગો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ માર્ગોમાં સી.જી. રોડ, સ્ટેડિયમ રોડ (સી.જી. રોડથી નારણપુરા ચાર રસ્તા), નારણપુરા ચાર રસ્તાથી અંકુરથી શાસ્ત્રીનગર, વાડજ સર્કલથી દધીચિ બ્રિજ, ૧૩૨ ફૂટ રિંગ રોડ, એસ.જી. હાઈવે (ઇસ્કોનથી કે.ડી. હોસ્પિટલ), જજીઝ બંગલો રોડ, બાગબાન પાર્ટી પ્લોટ. સુરધારા ચાર રસ્તાથી ઝાયડસ હોસ્પિટલ, સુભાષચોકથી ઝાયડસ હોસ્પિટલ, સાયન્સ સિટી રોડ, સિંધુભવન રોડ અને ડ્રાઈવ-ઇન રોડ સહિતના માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો પર પાર્કિંગ અંગે નાગરિકોને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે. જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!