Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોલિડ વેસ્ટ વિભાગની ટેન્ડર ફાઈલ ગુમ થતા મ્યુનિ. તંત્રમાં દોડધામ
Views: 179
0 0

Read Time:1 Minute, 50 Second

AMCમાં ‘ફાઈલ’ જ સુરક્ષિત નથી
સોલિડ વેસ્ટ વિભાગની ટેન્ડર ફાઈલ ગુમ થતા મ્યુનિ. તંત્રમાં દોડધામ
શોધખોળ છતાં ફાઈલનો પત્તો નથી
તમામ ખાતાના વડાઓને પત્ર લખાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોતાની હાઈટેક સિસ્ટમ અને ડિજિટાઈઝેશનના દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં AMCના ઉત્તર ઝોનના સોલિડ વેસ્ટ વિભાગની એક અત્યંત મહત્વની ટેન્ડર ફાઈલ ગુમ થઈ હોવાની ઘટના સામે આવતા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, સોલિડ વેસ્ટ વિભાગની એક ટેન્ડર પ્રક્રિયાને લગતી ફાઈલ લાંબા સમયથી મળી રહી નથી. ઓફિસના તમામ રેકોર્ડ અને કબાટો ફંફોસી નાખ્યા હોવા છતાં આ ફાઈલનો કોઈ પત્તો લાગ્યો નથી. ટેન્ડર પ્રક્રિયામાં લાખો-કરોડોના ખર્ચની વિગતો હોવાથી આ ફાઈલ ગુમ થવી એ કોઈ મોટા કૌભાંડને છુપાવવાની કોશિશ છે કે પછી તંત્રની ઘોર બેદરકારી, તેવા સવાલો ઉઠી રહ્યા છે.

ફાઈલ ન મળતા આખરે ઉત્તર ઝોન દ્વારા એક અનોખો માર્ગ અપનાવવામાં આવ્યો છે. ઝોન દ્વારા કોર્પોરેશનના તમામ ખાતાના વડાઓને સત્તાવાર પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, “જો સોલિડ વેસ્ટ વિભાગની આ ફાઈલ ભૂલથી તમારા વિભાગમાં આવી ગઈ હોય, તો તેને સત્વરે પરત મોકલી આપવી.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!