અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચૂંટણી જીત્યા બાદ 15 વાયદા પૂરા કરવા માટે નાગરિકોને કમિટમેન્ટ આપ્યું
20 વર્ષ ટેક્સના પૈસાનો ઉપયોગ ન થતો હોવાનો આક્ષેપ
કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો પણ જનતાના સૂચનોના આધારે તૈયાર કરાયો હોવાનો દાવો
છેલ્લા 20 વર્ષમાં નાગરિકોને પડેલી હાલાકી અંગે સૂચનો મંગાવાયા હતા
ટેકસની આવકનો પણ લોકોની સુવિધા માટે કરવામાં આવતો નથી
ચૂંટણી જીત્યા બાદ શહેરમાં વિકાસના કામના અનેક બદલાવ લાવીશું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના કમિટમેન્ટના આધારે કામ કરીશું
નાગરિકોને કમિટમેન્ટ આપીને અમે કામ કરીશું
કોંગ્રેસ દ્વારા 90 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ જનતાને આકર્ષવા માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું સાશન આવ્યા બાદ 15 જેટલા વાયદા પૂરા કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના શાસનમાં અલગ અલગ કામો આપીને કમલમ સુધી પૈસા પહોચાડવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે જગ્યાઓ ખાલી પડી છે તે ભરવાની પણ ખાતરી આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 20 વર્ષથી ભાજપની શાસન છે. અનેક પ્રયાસ કરવા છતાં કોંગ્રેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી શકતી નથી. જેથી હવે મતદારોને આકર્ષવા માટે અને ફરી બેઠી થવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જનતાને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો પણ જનતાના સૂચનોના આધારે તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વોર્ડમાં નાગરિકો પાસે જઈને તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે. જેના આધારે નાગરિકોને 15 જેટલા વાયદા કરવા માટે વચન આપવામાં આવ્યું છે.
પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાગરિકોને છેલ્લા 20 વર્ષમાં ભાજપની શાસન હોવા છતાં શું શું હાલાકીનો સામનો કરવો પડે છે એવા સૂચન માંગવામાં આવ્યા છે. જેથી નાગરિકો પાસેથી મળેલા સૂચનના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના નેતાઓ વોર્ડમાં નાગરિકોના ઘર ઘર સુધી ગયા હતા. જે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત બાદ નાગરિકોની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો વાયદો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરને ફરી ગૌરવ અપાવવા માટે કામ કરવાનું પણ નાગરિકોને વચન આપવામાં આવ્યું છે. હવે કોંગ્રેસના ઉમેદવારો મેનિફેસ્ટોના આધારે નાગરિકોને મત માંગવા જશે.