Amreli: ધારીના પ્રેમપરા પાસે બેકાબૂ કારે પલ્ટી મારતા ચાલકનું મોત, અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો CCTVમાં કેદ
Views: 83
0 0

Read Time:2 Minute, 9 Second

અમરેલી જિલ્લાના ધારી-બગસરા રોડ પર પ્રેમપરા ગામ નજીક ગત 2 એપ્રિલના રોજ સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કાર ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પુરપાટ ઝડપે જતી અલ્ટો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે રસ્તા પર ત્રણથી ચાર ગોથા ખાધા હતા, જેના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

મળતી માહિતી મુજબ, બગસરા તાલુકાના સાપર ગામના રહેવાસી કમલેશભાઈ સુદાણી અન્ય બે યુવાનો સાથે અલ્ટો કારમાં જઈ રહ્યા હતા. ધારીના પ્રેમપરા નજીક કારની ઝડપ એટલી વધારે હતી કે ચાલકે અચાનક બેલેન્સ ગુમાવ્યું હતું. કાર રસ્તા પર ફંગોળાઈ હતી અને ફિલ્મી દ્રશ્યોની જેમ 3 થી 4 પલ્ટી ખાઈ ગઈ હતી.

https://www.instagram.com/reel/DW0oo_PEzF0/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

અકસ્માત બાદ કારમાં સવાર અન્ય બે યુવાનો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ ચાલક કમલેશભાઈ સુદાણીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું ટૂંકી માંદગી બાદ મોત નીપજ્યું છે. આ સમાચારથી સાપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પુરપાટ ઝડપે આવતી કાર સેકન્ડોમાં જ પલટી મારીને રમકડાની જેમ ફંગોળાઈ જાય છે. પોલીસ દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!