ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પોલીસ વિભાગમાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગમાં બદલી અને પોસ્ટિંગના આદેશ થયા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પોલીસ વિભાગમાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગમાં બદલી અને પોસ્ટિંગના આદેશ થયા છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા 13 પીઆઈની આંતરિક બદલી કરી છે. જ્યારે બહારથી આવેલા 50 પોલીસ ઈન્સપેક્ટરને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક સાથે 13 પોલીસ ઈન્સપેક્ટરોની આંતરિક બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. પોલીસ બેડામાં એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે, પોલીસ સ્ટેશનમાં વગદારો દ્વાર થતી ગોઠવણ પર હવે બ્રેક લાગી ગઈ છે. હવે બદલી થઈને અમદાવાદમાં આવેલા પોલીસ ઈન્સપેક્ટરોનો ભૂતકાળ અને તેમની વર્તણૂંક જોઈને પોસ્ટિંગ આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.