અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. નિકોલમાં ભક્તિ સર્કલ પાસે એક EV – BMWના કારચાલકે પૂર ઝડપે રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત બાદ BMW કારનો ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો છે.
https://www.instagram.com/reel/DXWZjruE1Xc/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અકસ્માતમાં EV – BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા બસ સ્ટેન્ડ તૂટી ગયું અને 2.25 કરોડની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ પાસેથીના AMTS બસ સ્ટેશન પાસે BMWની EV કાર પૂર ઝડપે આવી રહી હતી. આ કારે રિક્ષા ચાલકને પુર ઝડપે ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને દૂર પડી હતી. જ્યારે કાર બસ સ્ટેશનમાં ઘૂસી જતા આખું બસ સ્ટેશન તૂટી ગયું છે.
અકસ્માત થતા ચાલક કાર મુકીને નાસી ગયો છે. જ્યારે રિક્ષા ચાલકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોચી હતી.
આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આઈ. સુમરાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. રિક્ષાચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. અમારી એક ટીમ હોસ્પિટલમાં ફરિયાદ લેવા પહોંચી છે, જ્યારે બીજી ટીમ કાર ચાલકની તપાસ કરી રહી છે. અકસ્માત કરનાર કાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે.