ગુજરાત ATS દ્વારા આતંકીઓ સામે મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું
Views: 106
0 0

Read Time:1 Minute, 57 Second

ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું રચી ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારીને હુમલો કરવાની તૈયારી કરતા હતા.આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્ય પણ મળી આવ્યા છે જેની હાલ તપાસ ચાલી રહી છે.

https://www.instagram.com/reel/DXY7MqPk8Pt/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ગુજરાત એટીએસના પી.એસ.આઇ એ.પી પરમારને બાતમી મળી હતી કે સિદ્ધપુર ખાતે રહેતો ઈરફાન પઠાણ નામનો 22 વર્ષનો યુવક ઈસ્લામી કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે અને તેના મળતિયાઓ સાથે મળીને ભારતમાં ગઝવા એ હિન્દની સ્થાપના કરવા હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. આરોપીએ અત્યારે ફંડ ભેગા કરવાના અને બોમ્બ બનાવવાની તૈયારી પણ કરી છે.જેથી એટીએસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઈરફાનની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી.

https://www.facebook.com/share/v/1CTa1rqvsn

ઈરફાન સામે ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ઈરફાન સાથે મુંબઈનો મૂર્શિદ નામનો 21 વર્ષીય યુવક પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. એટીએસએ મુર્શિદ શેખની પણ મુંબઈથી ધરપકડ કરી હતી.તપાસ કરતા મોબાઈલમાંથી કટ્ટરપંથી સાહિત્ય મળી આવ્યું હતું. આ ઉપરાંત દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્લાનિંગની ચેટ પણ મળી આવી હતી.બંને આરોપીઓની ધરપકડ કરીને બંનેના 11 દિવસના રિમાન્ડ મેળવી એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!